ગાંધીનગર: કોબા ગામના લોકો શાકભાજીના વેચાણને લઈને બન્યાં આત્મનિર્ભર, જાણો વિગત

Koba's people decided to buy vegetables from their own village farmers

હાર્દિક ભટ્ટ | અમદાવાદ,  ગાંધીનગર પાસે આવેલા કોબા ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર બનવાના સૂચનને અનુસરવામાં આવ્યું છે.  માત્ર 3 હજારની વસ્તીવાળા કોબા ગામ દ્વારા એક અનોખી શરૂઆત કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Koba's people decided to buy vegetables from their own village farmers

આ પણ વાંચો  :  ગુજરાત : 24 કલાકમાં કોરોનાના નવા 395 કેસ, 239 દર્દી થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

આત્મનિર્ભર બનવાનું સૂચન વડાપ્રધાન મોદીએ આપ્યું અને તે પછી  કોબા ગામના સરપંચ યોગેશભાઈ દ્વારા તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં આવ્યો કે હવેથી આપણા ગામના દરેક પ્રકારના શાકભાજી જે અત્યાર સુધી અમદાવાદમાં વેચાણ અર્થે જતા હતા તેને બંધ કરવામાં આવશે.  દરેકને પોતાના ખેતરમાંથી જ શાકભાજીનું વેચાણ કરવાનું રહેશે. આ નિર્ણય પાછળનો ઉદેશ્ય તેમના ગામના દરેક વ્યક્તિને તાજા અને શુદ્ધ ચોખા પાણીના શાકભાજી મળી રહે તે છે.

READ  અમદાવાદમાં રખડતા શ્વાનની સમસ્યાના નિરાકરણ માટે ખસીકરણ કાર્યક્રમ અમલ કરવામાં આવ્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Koba's people decided to buy vegetables from their own village farmers

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમદાવાદમાંથી લાવવામાં આવેલા શાકભાજી કરતાં ગામના શુદ્ધ ચોખા પાણીથી ઉગાડેલા શાકભાજીની જ ખરીદી કરવાની રહેશે. ગ્રામજનોનું માનવું છે કે બહારથી આવેલી શાકભાજીની ખરીદી કરવી કે ત્યાં વેચવા જવું એ કોરોનાના કાળમાં જોખમી સાબિત થઈ શકે છે.  બીજી તરફ અમુક જગ્યાએ યોગ્ય પાણીમાં પણ શાકભાજી પણ ઉગાડવામાં આવતા નથી અને તેના લીધે હેલ્થને પણ અસર થઈ શકે છે.  જો ગામમાંથી શાકભાજીની ખરીદી ગ્રામજનો કરશે તો ત્યાના સ્થાનિક ખેડૂતો પણ આત્મનિર્ભર બની શકશે અને તેઓને શાકભાજીના વેચાણ માટે અન્ય સ્થળે જવાની ફરજ નહીં પડે. આ બાજુ ગ્રામજનોની તંદુરસ્તી પણ જળવાઈ રહેશે અને સ્થાનિક ખેડૂતોને પણ આર્થિક મદદ મળી રહેશે.  જેથી ગ્રામમાં કોબા ગામના સરપંચ દ્વારા તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.  આ રીતે આત્મનિર્ભર બનીને ગામના લોકોએ એક ઉદાહરણ દેશને પુરું પાડ્યું છે.

READ  લેફ્ટિનેંટ જનરલ મનોજ મુકુંદ નરવણે બનશે દેશના નવા સેના પ્રમુખ બનશે, જાણો કોણ છે એમ.એમ નરવણે

 

 

Oops, something went wrong.

 

FB Comments