જીતુ વાઘાણીએ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવાની વાત કરી તો કોંગ્રેસે પણ આપ્યો આ વળતો જવાબ

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના નિવેદનને કોંગ્રેસે આઘાતજનક ગણાવ્યું છે. આની સાથે આ નિવેદનને લઈને જીતુ વાઘાણી પાસે કોંગ્રેસે માફી માગવાની માગ કરી છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે  જીતુ વાઘાણીએ કરેલું નિવેદન આઘાતજનક છે. ભાજપ જનતાની પણ મજાક ઉડાવી રહ્યું છે. મોઢવાડિયાએ કહ્યુ કે પરેશ ધાણાનીએ ટ્વીટ કર્યું તેનો અર્થ સમજ્યા વગર વાઘાણીએ નિવેદન આપ્યું છે. આ બદલ જીતુ વાઘાણીએ માફી માંગવી જોઈએ.

નોંધનીય છે કે, જીતુ વાઘાણીએ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી પછી કોંગ્રેસના નેતાને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવા પડશે કારણ કે રાષ્ટ્રવાદને ઝેરીલો કહેવાની અને પ્રજાને મૂર્ખ કહેવાની કૉંગ્રેસ માનસિકતા ધરાવે છે. આમ કોંગ્રેસ પર આ નિવેદનને લઈને ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે અને ભાજપ કોંગ્રેસ એકબીજા પર ચૂંટણી પરિણામોને ગણતરીની કલાકો બાકી છે ત્યારે આક્ષેપો કરી રહ્યાં છે.  આ નિવેદનના લીધે સોશિયલ મીડિયામાં પણ ટિકા-ટિપ્પણીઓ થઈ રહી છે અને કોંગ્રેસ માગણી કરી જીતુ  વાઘાણીએ આરેસ નિવેદનને લઈને માફી માગવી જોઈએ.

 

TV9 Gujarati

 

આ પણ વાંચો:  જાણો કેવી રીતે EVM મશીન થોડા જ કલાકોમાં અંદાજીત 60 કરોડ મતદારોની ગણતરી કરી લેશે?

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણી કૉંગ્રેસ પર પ્રહાર કરીને વિવાદીત નિવેદન આપી દીધું હતું.  તેઓ પરેશ ધાનાણીએ કરેલા ટ્વીટ પર બોલી રહ્યાં હતા. તે દરમિયાન તેમણે કહી દીધુ કે  લોકસભાની ચૂંટણી પછી તેમને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવા પડશે કારણ કે રાષ્ટ્રવાદને ઝેરીલો કહેવાની અને પ્રજાને મૂર્ખ કહેવાની કૉંગ્રેસ માનસિકતા ધરાવે છે. આ નિવેદનને લઈને હોબાળો મચી જવા પામ્યો છે અને કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સામસામે આવી ગયા છે અને હવે એકબીજા પર પ્રહારો કરી રહ્યાં છે.

FB Comments

TV9 WebDesk8

Read Previous

લોકસભાની ચૂંટણીને લઈને ગાંધીનગર બેઠક પર મતગણતરી માટે આવી છે ચૂંટણી પંચની તૈયારીઓ

Read Next

અમદાવાદમાં મણિનગર ખાતે આવેલી એલ.જી. હોસ્પિટલમાં તોડફોડ, ટોળાએ હોસ્પિટલને માથે લીધી, જુઓ VIDEO

WhatsApp પર સમાચાર