હવે વિંગ કમાન્ડર અભિનંદનની શૌર્યગાથા સ્કૂલના બાળકોને ભણાવવામાં આવશે, પાઠ્યપુસ્તકમાં કહાણી સામેલ કરવા આ રાજ્યની સરકારે લીધો નિર્ણય

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદની કહાણી સ્કૂલના અભ્યાસમાં સામેલ કરવામાં આવશે. રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ આ બાબતેની જાહેરાત પણ કરી દીધી છે. 

ભારતીય વાયુસેનાના બહાદુર વિંગ કમાન્ડર અભિનંદનની વીરતાની વાતો દેશના દરેક લોકોના  મોઢે સાંભળવા મળી રહી છે. થોડા જ સમયમાં આ અભિનંદનની વીર ગાથાને રાજસ્થાન શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે અને બાળકો અભિનંદનની શૌર્યગાથાનો અભ્યાસ કરશે. રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ પોતાના ફેસબુક અને ટ્વિટર પર આ માહિતી પોસ્ટ કરી અને અભ્યાસમાં અભિનંદનની કહાણીનો સમાવેશ કરવાની વાત પણ કરી છે.

શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ સોશિયલ મીડિયાની પોસ્ટમાં લખ્યું, કે ” જોધપુરમાં ભણેલા, અને પાકિસ્તાનની ધરતી પરથી સાહસ અને વીરતાનું ઉદાહરણ આપીને પરત ફરેલા અભિનંદનના શૌર્યને સમ્માન આપવા માટે સરકારે ‘અભિનંદનની શોર્ય કહાની’ને રાજસ્થાનના સ્કૂલ અભ્યાસમાં ભણાવવાનો નિર્ણય લીધો છે.” પરંતુ હજી સુધી એ નિર્ણય નથી લેવામાં આવ્યો કે અભ્યાસમાં ક્યારે ફેરબદલ કરવામાં આવશે, અને કયાં ધોરણના અભ્યાસમાં આ શૌર્યગાથા ભણાવવામાં આવશે.

 

READ  મોટા મંત્રીઓની ધીમી ચાલ! રાજસ્થાનમાં મોટા ભાગના મંત્રીઓ ચાલી રહ્યાં છે પાછળ!

આ ઉપરાંત ડોટાસરાએ પુલવામા અટૈકની સ્ટોરી પણ પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવાની વાત કરી હતી. એ સમયે ગૃહમંત્રીનું કહેવું છે કે, બાળકો શહીદોની શૌર્યગાથા વિશે જાણે માટે અભ્યાસમાં આ શિક્ષણ આપવુ જરૂરી છે. પરંતુ અભ્યાસમાં કેવી રીત અને કઈ માહિતી મુકવી તે અંગે પાઠ્યપુસ્તક સમિતિ નક્કિ કરશે તે બાદ કોઈ યોગ્ય નિર્ણય લઈ શકાશે.

READ  પાકિસ્તાનમાં આવેલાં ઐતિહાસિક સ્થળ ગુરુ નાનક મહલમાં તોડફોડ, કિંમતી સામાન સહિત દરવાજાઓની કરાઈ ચોરી

What a Relief! No positive case of Covid 19 in rural areas of Ahmedabad

FB Comments