ઈશા અંબાણીના લગ્નમાં મહેમાનોને ભોજન પીરસતા અમિતાભ બચ્ચનના વીડિયો પર કેમ અભિષેકે આપવી પડી સફાઈ?

હાલમાં જ મુકેશ-નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્નમાં અમિતાભ બચ્ચન સહિત ઘણાં બૉલિવૂડ સ્ટાર્સના મહેમાનોને ભોજન પીરસતા વીડિયોઝ વાઈરલ થયા હતા. જેની ઘણી ટીકા-ટિપ્પણી અને આલોચના થઈ હતી. ત્યારે હવે એ વીડિયો પર થઈ રહેલી કમેન્ટ્સ પર અભિષેક બચ્ચને જવાબ આપ્યો છે!

આ સ્ટોરીમાં જે વીડિયો અંગે વાત થઈ રહી તે વીડિયો જુઓ:

Must watch this video, what Bollywood celebs did in Isha Ambani's wedding, they would not have done in their own relatives' weddings.

Must watch this video, what Bollywood celebs did in Isha Ambani's wedding, they would not have done in their own relatives' weddings. આ બૉલિવૂડ સ્ટાર્સે ઈશા અંબાણીના લગ્નમાં જે કર્યું તે પોતાના સગા-સંબંધીઓના લગ્નમાં પણ નહીં કર્યું હોય!#TV9News #IshaKiShaadi #IshaAmbaniWedding

Posted by TV9 Gujarati on Saturday, December 15, 2018

 

આ પણ વાંચો: જાણો છો નીતા-મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી ક્યાં બનેલી બંગડીઓ પહેરે છે? કોણ છે આ બંગડીઓનો ડિઝાઈનર?

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્નમાં ઘણાં બૉલિવૂડ સ્ટાર્સ અને મોટા રાજકારણીઓ હાજર રહ્યાં. અને ત્યારબાદ તે લગ્નના વિવિધ વીડિયોઝ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા કે જેમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન, ઐશ્વર્યા રાય જેવા સ્ટાર્સ મહેમાનોને ભોજન પીરસતા જોવા મળી રહ્યાં હતાં. લોકોએ આ વીડિયો વિશે ઘણી ટીકા-ટિપ્પણી કરી જેના પર હવે અભિષેક બચ્ચને જવાબ આપ્યો છે.

જ્યારે ટ્વિટર પર એક યુઝરે સવાલ ઉઠાયો કે અંબાણીના લગ્નમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચન કેમ મહેમાનોને પીરસી રહ્યાં છે? તેના જવાબમાં અભિષેક બચ્ચને ટ્વિટર ટ્વીટ કરી જવાબ આપ્યો કે,

“એક ‘સજ્જન ઘોટ’ નામની પરંપરા હોય છે જેમાં દુલ્હનના પરિવારજનો, વરરાજાના પરિવારજનોને ભોજન કરાવે છે.”

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

 

ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરે મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં થયા હતા. આ લગ્ન પહેલા ઉદયપુરમાં પણ ફંક્શન થયું હતું.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Kutch: Residents of Baroi village thrash contractor of Panchayat for not getting regular water- Tv9

 

FB Comments

Hits: 3217

Comments are closed, but trackbacks and pingbacks are open.