રાહુલ ગાંધીની ગરીબોના ખાતામાં રૂ. 72 હજાર આપવાની જાહેરાત માટે આ વિદ્વાન અર્થશાસ્ત્રીઓ છે જવાબદાર, કેવી રીતે થશે સફળ?

ભાજપ દ્વારા 2014ની લોકસભાની ચૂંટણીમાં દરેકલ લોકોના ખાતામાં રૂ.15 લાખ આપવાનો દાવો કર્યો હતો. જેને જોતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી-2019માં પહેલા ભારતના દરેક ગરીબના ખાતામાં રૂ. 72,000 નાખવાની જાહેરાત કરીને રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે.

કોંગ્રેસના વાયદા સામે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે રાહુલ ગાંધીને મીનિમન ઇન્કમ ગેરન્ટી(MIG)નો આ આઈડિયા કોને આપ્યો છે? ધ પ્રિન્ટે પાર્ટીના પ્રમુખ નેતાઓના હવાલાથી ખબર પ્રકાશિત કરી છે કે આ આઈડિયા અસલમાં 2015ના નોબેલ પુરુસ્કાર વિજેતા બ્રિટીશ ઇકોનોમિસ્ટ એંગસ ડીટન અને ફ્રેન્ચ ઇકોનોમિસ્ટ થોમસ પિકેટીનો છે.

READ  જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના રાજીનામા પર કર્યો ખુલાસો, મેં આજે કોઈ રાજીનામું આપ્યું નથી

આ પણ વાંચો : ટેરર ફંડ પર સરકરાની કાશ્મીર ઘાટીમાં મોટી કાર્યવાહી, 11 અલગતાવાદી નેતાઓની સંપ્તિ જપ્ત કરવાની શરૂઆત થઈ

પાર્ટીના સૂત્રોના મતે આ બંને અર્થશાસ્ત્રીઓ અને વિદ્વાનોએ રાહુલ ગાંધીને આ વાયદો કરવા કહ્યું છે. જાણકારીના મતે કોંગ્રેસ આ વિદ્વાનો પાસે એક શોધ દ્વારા પહોંચી હતી. અસલમાં ફ્રાન્સીસ મૂળના અર્થશાસ્ત્રી થોમસ પિકેટીએ એક પુસ્તક લખ્યું છે – Capital in the Twenty-First Century (21મી સદીમાં પૂંજી). જેમાં તેમણે આ વિષય ઉપર ખાસ ધ્યાન ખેચ્યું છે કે કેવી રીતે ઔદ્યોગિક ક્રાંતિથી ઉભી થયેલી અસમાનતાને ઓછી કરી શકાય. કેવી રીતે કેટલાક અમીર પરિવારોના કબજામાંથી પૂંજી લઈને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવી શકાય.

છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધીએ આ વિષય ઉપર કામ કરવા માટે ઘણા લોકોને કામે લગાવી રાખ્યા હતા. આ દરમિયાન આ પુસ્તક મળ્યું હતું અને પછી તેના દ્વારા આ લેખકને મળીને આ વિષય ઉપર યોજના બનાવવાની વાત કરવામાં આવી હતી.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને UAE ના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કરાયા સન્માનિત

Oops, something went wrong.

FB Comments