ISIS ચીફ અબુ બકર અલ-બગદાદીની મોતનો VIDEO અમેરિકા દ્વારા કરાયો જાહેર

દુનિયાના સૌથી ખતરનાક આતંકી બગદાદીના મોતનો વીડિયોએ અમેરિકાએ જાહેર કર્યો છે. ઇસ્લામિક સ્ટેટના ચીફ અબુ બકર અલ-બગદાદીને મોતને ઘાટ ઉતાર્યા બાદ. બગદાદીના મોતને લઇને ભારે અસમંજસ સર્જાયું હતું. ત્યારે અમેરિકાએ બગદાદીના મોતનો વીડિયો અને કેટલીક તસવીર જાહેર કરી છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, અમેરિકાની સ્પેશીયલ ફોર્સે ખૂબ જ ચપળતાપૂર્વક બગદાદીના ઠેંકાણા પર હુમલો કર્યો. અને 2 કલાકના આ ઓપરેશનમાં બગદાદીને ઉપર મોકલી દીધો છે.

READ  અમેરિકાની સેનાએ ISISના ચીફ અબુ બકર અલ બગદાદીની સાથે તેના ત્રણ પુત્રોને ઠાર માર્યા

આ પણ વાંચોઃ આવી રહ્યું છે ‘મહા’ ચક્રવાત, જાણો ભારતના ક્યાં ભાગોમાં થશે તેની અસર?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમેરિકાએ જાહેર કરેલો આ વીડિયો ડ્રોન કેમેરાથી રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જેમાં એ પરિસર જોઇ શકાય છે જ્યાં બગદાદી છુપાયો હતો. જ્યારે અમેરિકન એરક્રાફ્ટ અહીં પહોંચ્યું કે, તરત તેના પર હુમલો કરવામાં આવ્યો. જોકે અમેરિકન સૈનિક વારંવાર લોકોને બહાર નીકળી જવા અપીલ કરે છે. આખરે આ ગતિવિધી વચ્ચે બગદાદી પોતાની જાતને ઉડાવી દે છે. અને બ્લાસ્ટમાં અન્ય બે બાળકોના પણ મોત થાય છે. જોકે બગદાદીના ડીએનએ સેમ્પલ લીધા બાદ એફ-15 ફાયટર દ્વારા પરિસરને ઉડાવી દેવામાં આવ્યું હતું.

READ  VIDEO: વડોદરાની MS યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણતાં વિદ્યાર્થીઓ ઝડપાયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments