15 લાખની લાંચ માગવાના કેસમાં સસ્પેન્ડેડ ACB PIના 3 દિવસના રિમાન્ડ મંજૂર

acb-pi-dd-chavda-has-been-arrested-in-the-second-offence ACB Gujarat Officials
તસવીર પ્રતીકાત્મક છે

જૂનાગઢ ACBના PI દેવેન્દ્ર ચાવડાને ગત 24 ડિસેમ્બરના રોજ ACBમાં સિનિયર અધિકારીઓની ટીમે રૂપિયા 18 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ પછી દેવેન્દ્ર ચાવડાના વધુ કિસ્સા સામે આવ્યા હતા.  આજ રીતે આ અગાઉ PI  દેવેન્દ્ર ચાવડાએ તબીબ પાસે રૂપિયા 15 લાખની લાંચ માંગી હોવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

READ  વડોદરામાં વિરામ બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો, રસ્તાઓ પર ભરાયા પાણી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

acb-pi-dd-chavda-has-been-arrested-in-the-second-offence ACB Gujarat Officials


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ગુનામાં ગઈ કાલે રાજકોટ ACB ના આસિસ્ટન્ટ ડાયરેકટર દ્વારા PI દેવેન્દ્ર ચાવડાની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી.  જૂનાગઢ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરતા જૂનાગઢ કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.PI દેવેન્દ્ર ચાવડા દ્વારા અન્ય કેટલા લોકો પાસેથી ડરાવી ધમકાવી લાંચની રકમ મેળવી છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.  પુરાવા મળ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું ગુજરાત ACB ના આસિસ્ટન્ટ ડાયરેકટર ડી પી ચુડાસમાએ જણાવ્યું છે.

READ  રાજકોટના નવા રાજાનો રાજ્યાભિષેકનો કાર્યક્રમ શરૂ, જાણો ત્રણ દિવસના રાજતિલક કાર્યક્રમની રૂપરેખા

 

Top News Headlines Of This Hour : 19-02-2020| TV9News

FB Comments