હિમાચલ પ્રદેશમાં 300 ફૂટ ઊંડી ખીણમાં યાત્રાળુઓથી ભરેલી બસ પડી, 25ના મોત જ્યારે 35 લોકો ઘાયલ

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં યાત્રાળુઓને એક મોટો અકસ્માત નડ્યો છે. ગુરુવારના રોજ એક બસ ખીણમાં પડી જવાથી 25 લોકોના મોત થયા છે અને 35 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  નર્મદાની પાઈપલાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણી વેડફાયું, જુઓ VIDEO

આ અકસ્માત વિશે એવી જાણકારી મળી રહી છે કે જ્યારે યાત્રાળુઓને લઈને બસ સાંજે પાંચ વાગ્યાની આસપાસ ગાડાગુશૈણીથી ખોલી જઈ રહી હતી. આ રુટમાં બસ પર ડ્રાઈવર કાબૂ કરી શક્યો નહોતો અને બસ 300 ફૂટ ઉંડી ખીણમાં પટકાઈ હતી.

READ  શિવસેનાના ધારાસભ્ય અને ઉદ્ધવ ઠાકરેના પુત્રની આગેવાનીમાં પાર્ટીના નેતાઓ રાજ્યપાલને મળ્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ બાબતે કુલ્લુ પોલીસ અધિક્ષક શાલિની અગ્નિહોત્રીએ કહ્યું કે ખાનગી બસ 300 ફૂટ ઉંડી ખીણમાં પટકાઈ છે. હાલ બચાવ કામગીરી ચાલું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યાં છે. જે લોકો ગંભીર રીતે ઘાયલ હોય તેને કુલ્લુમાં રેફર કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઉન્નાવ દુષ્કર્મ કેસને અકસ્માતનો મામલો બનાવીને બચી જવાનું ષડયંત્ર રચવાનો આક્ષેપ

આ ઘટનાને લઈને સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં જોડાયા છે અને ખીણમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. રાહત અને બચાવ ટીમ પણ પહોંચી ગયી છે. આ ઘટનાને લઈને નેતાઓ પણ ખુદ વ્યક્ત કરી રહ્યાં છે. રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી છે.

 

AMC releases list of all 29 COVID19 positive cases in Ahmedabad | TV9News

FB Comments