અમદાવાદ અને રાજકોટમાં નવજાત શિશુના મોતને લઈ સરકારનો દાવો, બાળમૃત્યુ દર 25 કરતા પણ નીચે

According to state govt data, infant mortality ratio is less than 25 per 1000 births: Nitin Patel

અમદાવાદ અને રાજકોટમાં નવજાત શિશુના મોતને લઈને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દાવો કર્યો છે કે, રાજ્યમાં બાળ મૃત્યુદર હાલ 25 કરતા પણ નીચો છે. નીતિન પટેલે કહ્યું કે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં બાળ મૃત્યુદર ઓછો છે. હાલ રાજ્યમાં એક હજાર બાળકો જન્મ લે છે. જેમાંથી 25 બાળકોનાં મોત થાય છે. નીતિન પટેલે કહ્યું કે 1997માં ગુજરાતમાં બાળ મૃત્યુદર 62 હતો, જે તબક્કાવાર ઘટીને 25એ પહોંચ્યો છે.

READ  Rajkot : 60-years old man dies of swine flu - Tv9 Gujarati

આ પણ વાંચોઃ બાળકોના મોત મામલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું ચોંકાવનારું નિવેદનઃ ‘ઉહાપોહ કરવાની જરૂર નથી’

નાયબ મુખ્યપ્રધાને બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર પર ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે મૃત્યુદર ઘટાડવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. વધુમાં કહ્યું કે હાલ રાજ્યમાં દર વર્ષે 12 લાખ બાળકો જન્મ લે છે. સરકારનો પ્રયાસ છે કે, બાળ મૃત્યુદરમાં ઘટાડો કરવો. તેથી સરકાર નવી હોસ્પિટલો ખોલી રહી છે.

READ  અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાંથી કોરોના પોઝિટીવ આરોપી ફરાર, નડીયાદ પોલીસે ઝડપ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બાળ રોગ નિષ્ણાતની તંગી હોવા છતાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાતમાં કુપોષણ પાછળ લોકોની રહેણી-કહેણી પણ રાજ્યના નાયબ મુખ્યપ્રધાને જવાબદાર ગણાવી. નીતિન પટેલે રાજકોટ અને અમદાવાદમાં ડિસેમ્બર મહિનામાં બાળ મૃત્યુદર પણ થોડો વધ્યો હોવાનું પણ સ્વીકાર્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટવાની ઘટના બાદ વિપક્ષ નેતાઓના આક્ષેપ

 

 

FB Comments