બૉલિવૂડ એક્ટર અર્જુન રામપાલ પર લાગ્યો એક ગંભીર આરોપ, મામલો પહોંચ્યો બૉમ્બે હાઈકોર્ટ

બૉલિવૂડ એક્ટર અર્જુન રામપાલની મુસીબતો એક પછી એક વધતી જોવા મળી રહી છે. આ વખતે તેમના પર આરોપ છે કે તેમણે એક કરોડ રૂપિયાની લૉન ચૂકવી નથી. અને આ માટે અર્જુન વિરૂદ્ધ બૉમ્બે હાઈકોર્ટમાં કેસ પણ નોંધાઈ ગયો છે.

આ લૉન અર્જુને 2018માં YT એન્ટરટેઈનમેન્ટ કંપની પાસેથી લીધી હતી. મહત્ત્વનું છે કે આ પહેલા પણ અર્જુન પર ક્રિમિનલ કેસ નોંધાઈ ચૂક્યો છે.

જાણો સમગ્ર મામલો

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે YT એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ કંપનીએ અર્જુનને 12 ટકાના વ્યાજદરના હિસાબે એક કરોડ રૂપિયાની લૉન 9 મે, 2018ના રોજ લૉન આપી હતી. સાથે જ અર્જુને આ લૉન 90 દિવસની અંદર પરત ચૂકવવાની હતી પરંતુ તે ચૂકાવી ન શક્યો. તેણે જે ચેક આપ્યો તે બાઉંસ થઈ ગયો. ત્યારબાદ કંપનીએ ડિસેમ્બર મહિનામાં અર્જુનની વિરૂદ્ધ ક્રિમિનલ કેસ પણ કર્યો. અને હવે આ વાત બૉમ્બે હાઈકોર્ટ સુધી પહોંચી ગઈ છે.

READ  'દંગલ' ગર્લ ઝાયરા વસીમે કરી Bollywood છોડવાની જાહેરાત, કારણો જણાવતા કરી આ મોટી વાત

શું કહેવું છે અર્જુનનું?

આ મામલે અર્જુનનું કહેવું છે કે આ ઈશ્યૂ પતી ગયો છે અને પૈસા અપાઈ ગયા છે. પરંતુ તો પણ જો જરૂર પડી તો આ મામલાને અમે કોર્ટમાં જોઈ લઈશું.

શું કહેવું છે વકીલનું?

કોર્ટમાં કેસ ફાઈલ કરનારા વકીલ ઑરૂપ દાસગુપ્તાનું કહેવું છે કે અર્જુને 90 દિવસોમાં 12 ટકા વ્યાજ સાથે પૈસા પરત કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ તેણે એમ ન કર્યું. અર્જુને એક કરોડ રૂપિયાનો પોસ્ટડેટેડ ચેક આપ્યો હતો જે 23 ઑગસ્ટે જ્યારે બેંકમાં ફાઈલ કરાયો ત્યારે બાઉન્સ થઈ ગયો. ત્યારબાદ ઑક્ટોબર મહિનામાં અર્જુન પર ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યો.

READ  અભિનેતા અર્જુન રામપાલે કર્યો ઈન્સ્ટાગ્રામ પર ખૂલાસો કે કોણ બનશે લગ્ન વિના જ તેમના બાળકની માતા!

વધુમાં દાસગુપ્તાએ જણાવ્યું કે 22 નવેમ્બરે અર્જુન રામપાલે 7.5 લાખ રૂપિયા પરત કર્યા હતા પરંતુ બધા પૈસા પરત કરવામાં તે નિષ્ફળ રહ્યાં. ત્યારબાદ હવે અર્જુનની વિરૂદ્ધ વ્યાજ સહિત રૂપિયા 10,050,000 (1 કરોડ 50 લાખ) પરત ચૂકવવાનો કેસ નોંધવામાં આવ્યો છે. ત્યાં જ વકીલે કહ્યું છે કે અર્જુને માત્ર 7.5 લાખ રૂપિયા જ પરત કર્યા છે અને તેનાથી એક પણ રૂપિયો વધુ નથી આપ્યો.

READ  એડમિનિસ્ટ્રેશન, બેક ઓફિસ, ઈ-કોમર્સ જેવા ક્ષેત્રોમાં નોકરી મેળવવાની ઉત્તમ તક, તમારા મનપસંદ શહેરમાં મેળવો નોકરી

[yop_poll id=1408]

Oops, something went wrong.

FB Comments