ભાજપના કેન્દ્રીય મંત્રીના આરોપ પર અભિનેતા રિતેશ દેશમુખે આપ્યો આ જવાબ

કેન્દ્રીય રેલવે મંત્રી અને ભાજપ નેતા પીયૂષ ગોયલે પંજાબના લુધિયાણામાં બિઝનેસ કમ્યુનિટીને સંબોધિત કરતા કહ્યું હતું કે હું મુંબઈથી છું, તમને 26/11ના આતંકવાદી હુમલાને યાદ કરી શકો છો. તત્કાલીન કોંગ્રેસ સરકાર નબળી હતી અને કઈ પણ કરી શકી નહી.

 

તે સમય ગોળીબાર અને બોમ્બમારો થઈ રહ્યો હતો પણ તે સમયના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ ઓબેરોય હોટલની બાહર એક ફિલ્મ પ્રોડયૂસરને લઈ ગયા. તે તેમના પુત્રને ફિલ્મમાં રોલ અપાવવા માટે પરેશાન હતા.

 

તેના જવાબમાં રિતેશ દેશમુખે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ભાજપના નેતા પીયૂષ ગોયલને જવાબ આપ્યો છે. રિતેશ દેશમુખે જણાવ્યું કે માનનીય મંત્રીજી એ સાચું છે કે તાજ/ઓબેરોય હોટેલ ગયો હતો પણ એ સાચું નથી કે હું તે સમયે ત્યાં હતો, જ્યારે ગોળીબારી અને બોમ્બમારો થઈ રહ્યો હતો, જેવો તમે દાવો કર્યો છે.

READ  પેટાચૂંટણી 2019: અલ્પેશના સમર્થનમાં અભિનેતા નરેશ કનોડિયાએ કહ્યું કે 'હીરો તો ક્લાયમેક્સમાં જ આવે', જુઓ VIDEO

આ પણ વાંચો: જાણો કયા 3 પરિબળોની લીધે 13 દિવસ સતત નીચે ગયુ બજાર

રિતેશે વધુમાં લખ્યું કે એ સાચું છે કે હું મારા પિતાની સાથે હતો પણ તે સાચું નથી કે તે મને ફિલ્મમાં રોલ અપાવવા માટે પ્રયત્નો કરી રહ્યાં હતા. તેમને ક્યારેય પણ કોઈ પણ ડાયરેકટર કે પ્રોડયૂસરને મને ફિલ્મમાં કાસ્ટ કરવા માટે વાત કરી નથી અને મને તે વાત પર ગર્વ છે.

READ  રાહુલ ગાંધીના 'અઝહર જી' પર કોંગ્રેસે આપ્યો જવાબ, રવિશંકર પ્રસાદનો 'હાફિઝ જી' નો વીડિયો શેર કરી ભાજપને ઘેરવાનો પ્રયાસ

 

Oops, something went wrong.
FB Comments