ક્રિકેટર હાર્દિક પંડયાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા જાણીતી અભિનેત્રી થઈ ગઈ ‘ટ્રોલ’

જાણીતી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસૂઝાએ કયારેય વિચાર્યુ નહી હોય કે ક્રિકેટર હાર્દિક પંડયાને લઈને કરેલી એક પોસ્ટ પર તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ જશે.

ક્રિસ્ટલ ડિસૂઝા તાજેત્તરમાં જ હાર્દિક પંડયાને મળી હતી અને તેમની સાથે એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ ફોટોની સાથે ક્રિસ્ટલે એક કેપ્શન પણ લખ્યું હતું કે ‘મારા ભાઈ જેવું કોઈ નથી’ આ કેપ્શનની સાથે ક્રિસ્ટલે હેશટેગ પણ લખ્યું કે ‘બ્રધર ફ્રોમ અનધર મધર’ ત્યારબાદ આ કેપ્શનને જોઈને ફેન્સ ભડકી ઉઠયા અને તેમને ક્રિસ્ટલને ટ્રોલ કરી દીધી.

https://www.instagram.com/p/BxCCPAAjro6/?utm_source=ig_embed

લોકોએ ક્રિસ્ટલને અને હાર્દિક પંડયાને લઈને અશ્લીલ કોમેન્ટ કરી હતી. થોડા દિવસ પહેલા જ કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’માં હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલે મહિલાઓને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતુ. ત્યારબાદ સોશિયલ મીડિયા પર પણ તેમની આલોચના થઈ હતી.

 

આ પણ વાંચો: આ છે ગુજરાત પોલીસમાં મહિલા ઓફિસરોની બહાદુરીનો વધુ એક કિસ્સો, કુખ્યાત જોસબ અલ્લારખાની કરી ધરપકડ

ક્રિસ્ટલ ડિસૂઝાએ 2007માં તેના કરિયરની શરૂઆત કરી હતી પણ તેઓ ‘એક હજારો મે મેરી બહેના હે’ ટીવી શોથી જાણીતા થયા. તાજેત્તરમાં જ ટીવી શો ‘બેલન વાલી બહુ’માં નજરે આવ્યા હતા.

 

Residents face waterlogging woes, Ahmedabad| TV9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

જાણો સચિન તેંડુલકરના દીકરા અર્જુનને T-20 મુંબઈ લીગમાં કેટલા રુપિયાથી ખરીદવામાં આવ્યો?

Read Next

ટ્રેન મોડી પડતા 500 જેટલા વિદ્યાર્થીઓ ના આપી શકયા NEETની પરીક્ષા

WhatsApp પર સમાચાર