માતા અમૃતાસિંહ સાથે અચાનક પોલીસ સ્ટેશન પહોંચી અભિનેત્રી સારા અલી ખાન, પ્રોપર્ટીનો વિવાદ બન્યું કારણ

બૉલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન પોતાની માતા અમૃતા સિંહ સાથે દેહરાદૂનના ક્લેમેંટાઉન પોલીસ સ્ટેશન પહોંચી. થયું એવું કે અમૃતા સિંહના મામા લેખક મધુસૂદન બિમ્બેટનું શનિવારે નિધન થયું. ત્યારબાદ તેમની કરોડોની સંપત્તિ પર વિવાદ ગરમાયો.

કેરટેકરે જણાવ્યું કે મામા અને ભાણેજ અમૃતાસિંહ વચ્ચે સંપત્તિને લઈને ઘણાં વર્ષોથી કોર્ટ કેસ ચાલી રહ્યો છે. મામાના અંતિમ સંસ્કાર કર્યા બાદ અમૃતા પોતાની દીકરી સારા અલી ખાન સાથે વિવાદિત પોલીસ સ્ટેશન પર પહોંચી.

ત્યારબાદ કેરટેકરે અમૃતા સિંહ પર સંપત્તિ પર કબજો હોવાનો આરોપ લગાવતા ક્લેમેંટાઉન પોલીસ સ્ટેશનમાં ફરપિયાદ કરી છે. પછીથી અમૃતાએ દીકરી સાથે ક્લેમેંટાઉન પોલીસ સ્ટેશનમાં પહોંચી પોતાનો પક્ષ રજૂ કર્યો. હાલ પોલીસ બંનેના પક્ષની તપાસ કરી જિલ્લા અધિકારીને રિપોર્ટ મોકલવાનું આશ્વાસન આપ્યું છે.

READ  મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું રૂ.191 કરોડની કિંમતનું એરક્રાફ્ટ આવતીકાલથી પ્રથમ ઉડાન ભરશે

આ પણ વાંચો: તૈમૂરનો એરપોર્ટ લૂક જોઈ તમે બોલી ઉઠશો, ‘વાહ, છોટે નવાબ, વાહ’ VIDEO

તમને જણાવી દઈએ કે દેહરાદૂનમાં ગ્રાફિક એરા વિશ્વવિદ્યાલય જેટલી અભિનેત્રી અમૃતા સિંહના મામા લેખત મધુસૂદન બિમ્બેટની આશરે 24 વીઘા જમીનમાં કરોડોની સંપત્તિ છે. આ સંપત્તિને લઈને મામા મધુસૂદન અને અમૃતા સિંહ વચ્ચેનો કેસ જિલ્લા અધિકારી અને સિવિલ જજ સીનિયર ડિવિઝન પાસે વિચારણા હેઠળ છે. મધુસૂદન કેંસરપીડિત હતા. 22 ડિસેમ્બરે તેમને પહેલા જોલીગ્રાંટ હોસ્પિટલમાં લઈ જવાયા અને જ્યાંથી તેમને દિલ્હી રેફર કરાયા.

READ  જે કાશ્મીરીઓ માટે CRPF જવાનોએ આટલી મોટી કુર્બાની આપી, તે જ કાશ્મીરના એક વિદ્યાર્થીએ શહાદતની એવી મજાક ઉડાવી કે દરેક દેશભક્તનું લોહી ઉકળી ઉઠ્યું

6 જાન્યુઆરીએ મધુસૂદન બિમ્બેટને પાછા જોલીગ્રાંટ લાવવામાં આવ્યા. ઉપચાર દરમિયાન મધુસૂદને શનિવારે સવારે છેલ્લો શ્વાસ લીધો. મામાની મોતની ખબર મળ્યા બાદ અમૃતા સિંહ પોતાની દીકરી અભિનેત્રી સારા અલી ખાન સાથે બપોરે 3 વાગ્યે જોલીગ્રાંટ એરપોર્ટ પર પહોંચી. હોસ્પિટલમાં મામાના પાર્થિવ શરીરને લઈને અમૃતા ચંદ્રબની સ્થિત સ્મશાન પર પહોંચી. અંતિમ સંસ્કાર કર્યા બાદ અમૃતા દીકરી સાથે સીધી સંપત્તિ પર પહોંચી.

આ પણ વાંચો: જાણો લગ્ન બાદ કેમ રણવીરસિંહ બન્યો ઘરજમાઈ? કારણ જાણીને દરેક યુવતીને થશે, કાશ.. મારો વર પણ આવું કરે!

આ તમામ ઘટના દરમિયાન કેરટેકર ખુશીરામે ક્લેમેંટાઉન પોલીસ સ્ટેશન પહોંચીને આરોપ લગાવ્યો ક અમૃતા સિંહે કેટલાક લોકોનો સાથ લઈને મધુસૂદનની સંપત્તિ પર કબજો કરી લીધો છે.

READ  આ જગ્યાએ પ્રવાસે જવાના હોય તો જાણી લો આ સમાચાર, ફેબ્રુઆરી 2020 સુધી 14 ટ્રેનની સેવાઓ થઈ બંધ

આરોપ લગાવ્યો કે તેણે જબરદસ્તી ચાવી લેવાનો પ્રયાસ કર્યો છે. ચાવી ન આપવા પર તેણે સંપત્તિ પર લગાવેલા તાળાઓ તોડી દીધા છે. આવી માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો અમૃતા સારા અલી ખાન સાથે પોલીસ સ્ટેશન આવી ગઈ. અમૃતા સિંહે પોલીસ સ્ટેશન ચીફ ધર્મેન્દ્ર સિંગ રોતેલાને મળીને કબજાના આરોપને નિરાધાર ગણાવ્યો. તેણે કીધું કે કેટલાક લોકો મામાની સંપત્તિ પર કબજો કરવા માગે છે. તે તો પોતાના મામાની મોતની ખબર સાંભળીને અહીં પહોંચી છે.

 

[yop_poll id=692]

Oops, something went wrong.
FB Comments