તો ખરેખર રાહુલ ગાંધીને અમેઠીના લોકોએ માર માર્યો? જાણો સોશિયલ મીડિયા પર ફરી રહેલી આ ખબર વિશેની સાચી હકીકત

સોશિયલ મીડિયાને લઈને આપણા ફોનમાં દરરજો ખબરો આવે છે અને લોકો તેને ઉત્સાહથી શેર પણ કરે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને પણ સોશિયલ મીડિયામાં એક ખબર ફરી રહી છે જેમાં અમેઠીમાં રાહુલ ગાંધીને માર મારવામાં આવ્યો તેવો દાવો કરાયો છે.

ફેસબુક પર Nidhi Sharmaએ રાહુલ ગાંધીનો એક ફોટો શેર કર્યો છે. તેને વિવિધ ગ્રુપમાં શેર કરીને લખ્યું કે’રાહુલ ગાંધીનું આજે અમેઠીમાં જોરદાર સ્વાગત કરાયું, કંઈક વધારે જ માર પડ્યો’. હવે આ ખબર ત્યાંથી શેર થઈને વોટસએપમાં પણ ફરવા લાગી છે. નિધી શર્મા દ્વારા પોસ્ટમાં જે ફોટો શેર કરાયો છે તેમાં રાહુલ ગાંધીની આંખ પર વધારે વાગ્યું હોય અને તેમને માર પડ્યો હોય તેવું બતાવવામાં આવ્યું છે. ટૂંકમાં આ પોસ્ટમાં એવું સાબિત કરવાનો પ્રયત્ન કરાયો છે રાહુલ ગાંધીને અમેઠી લોકસભા બેઠક પર માર પડ્યો.

 

તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને માર પડવાની ખબર સાચી છે કે નહીં? 

રાહુલ ગાંધીની આ વાયરલ થઈ રહેલી તસવીર સાથેની ખબર ખોટી છે. આ ફોટોની સાથે છેડછાડ કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ 31 ઓગસ્ટના રોજ એક ટ્વીટ કર્યું હતું. તેમાં જે પહાડોનું બેક ગ્રાઉન્ડ છે તેનો જ ઉપયોગ રાહુલ ગાંધીને અમેઠીમાં માર માર્યો તે ખોટી ખબર ફેલાવવામાં કરાયો છે. નિધી શર્માએ 7મેના રોજ આ પોસ્ટ કરી હતી. જ્યારે રાહુલ ગાંધી છેલ્લીવાર 4મેના રોજ અમેઠી ગયા હતા. આમ આ ખબર વાયરલ છે અને ફોટોમાં પણ છેડછાડ કરીને જુઠ્ઠાણું ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ‘INS સુમિત્રા પર કેનેડિયન નાગરિક અક્ષયને લઈ જવો કેટલું યોગ્ય?’ કોંગ્રેસે દાવો કરીને ભાજપ પાસે માગ્યો જવાબ

Rajkot: School van drivers reach mayor's residence, allege oppression by RTO officials | Tv9News

FB Comments

Shyam Maru

Read Previous

જાણો કેવી રીતે બે પટ્ટાવાળા વિદ્યાર્થીઓને પરીક્ષામાં કરાવતા હતા પાસ, MS યુનિવર્સિટીમાંથી ઉત્તરવહી ચોરીનું કૌભાંડ આવ્યું બહાર!

Read Next

VS હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવતાં હોબાળો, મિત્તલ અને નસરીન નામની યુવતીઓના મૃતદેહ અદલા-બદલી થઈ જતાં વિવાદ

WhatsApp પર સમાચાર