જે મહિલા ધારાસભ્યનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયુ હતું તે હવે ફરશે લગ્નના ફેરા, જાણો કોની જોડે, વાંચો આ રિપોર્ટ

ઉત્તરપ્રદેશના રાયબરેલીના કોંગ્રેસના ધારાસભ્ય અદિતિ સિંહ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવવાના છે. તેમના લગ્ન પંજાબના કોંગ્રેસના ધારાસભ્ય અંગદ સૈની સાથે નક્કી થયા છે. અદિતિ દિલ્હીમાં 21 નવેમ્બરે અંગદ સૈની સાથે લગ્ન કરશે. રિસેપ્શન પણ દિલ્હીમાં જ 23 નવેમ્બરે રાખવામાં આવ્યું છે. અદિતિએ મીડિયા સાથેની વાતચીતમાં તેમના લગ્નની પુષ્ટિ કરી છે. અદિતિએ કહ્યું કે આ લગ્ન તેમના પિતાએ નક્કી કર્યા હતા.

READ  સુરતમાં વાહનોનું ટોઈંગ કરવા ટ્રાફિક પોલીસ નિકળી હતી અને માર ખાવો પડ્યો, મોપેડ નીચે પડી જતા જાહેરમાં મારામારીના દૃશ્ય સર્જાયા

અંગદ સૈની અને અદિતિ વર્ષ 2017માં ધારાસભ્ય બન્યા અને બંને રાજકીય પરિવારમાંથી આવે છે. અંગદ સૈનીએ લગ્નની વાતનો સ્વીકાર કર્યો છે. અંગદ સૈનીએ વર્ષ 2017માં રાજનીતિમાં પગ મુક્યો અને શહીદ ભગતસિંહ નગરથી ચૂંટણી જીતી. ધારાસભ્ય અંગદ સૈની સ્વર્ગીય દિલબાગસિંહના પરિવારથી આવે છે. દિલબાગસિંહ નવાશહેર સીટથી 6 વખત ધારાસભ્ય બન્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  2 કલાકમાં જ 10 કિલોમીટર અને 3,550 સીડીઓ ચઢી તિરુમાલા મંદિરે પહોંચ્યા રાહુલ ગાંધી, પૂજા બાદ કર્યું 5 કરોડ આંધ્રવાસીઓ માટે કર્યું આ મોટું એલાન

અદિતિ સિંહ ઉત્તરપ્રદેશમાં સૌથી યુવા ધારાસભ્યમાંથી એક છે. તેમને 2017માં 90 હજારથી વધારે મતથી રાયબરેલી સદર સીટ જીતી હતી. તેમના પિતા અખિલેશ કુમાર સિંહ 5 વખત રાયબરેલી સીટ પરથી ચૂંટણી જીતી ચૂક્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અદિતિ સિંહ ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે રાહુલ ગાંધીની સાથે તેમની સગાઈની અફવાઓ ફેલાઈ હતી. ત્યારબાદ અદિતિસિંહે રાહુલ ગાંધીની સાથે સગાઈની વાતોને નકારી કાઢી હતી અને રાહુલ ગાંધીને પોતાના ભાઈ ગણાવ્યા હતા. અદિતિસિંહે કહ્યું હતું કે રાહુલ ગાંધી તેમના ભાઈ જેવા છે, તે રાહુલ ગાંધીને રાખડી બાંધે છે.

READ  સુરતના મોરા ગામમાં ચકડોળની ગ્રીલ તૂટવાની ઘટનામાં હજીરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments