અલકાયદાનો ખૂંખાર આતંકી આસિમ ઓમર ઠાર, ભારત માટે હતો મોટો ખતરો

અફઘાનિસ્તાનમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અફઘાનિસ્તાન અને અમેરિકી સેનાનાના એક સંયૂક્ત ઓપરેશનમાં આસિમ ઉમર નામના ખુંખાર આતંકીને ઠાર કરી દીધો છે. આસિમ ઉમર પાકિસ્તાની નાગરિક હતો, તેની સાથે અલકાયદા ભારતીય ઉપમહાદ્વીપના 6 અને આતંકીઓને ઠાર કરી દીધા.

અફઘાન નેશનલ ડાયરેક્ટરેટ તરફથી કહેવામાં આવ્યું કે અમેરિકા અને અફઘાનિસ્તાનની સેનાના જોઈન્ટ ઓપરેશનમાં આસિમ ઉમરને 22,23 સપ્ટેમ્બરમાં ઠાર કરવામાં આવ્યા હતા પણ તેની પુષ્ટિ મંગળવાર 8 ઓક્ટબોરે કરવામાં આવી. 2014માં આસિમ ઉમરને ભારતીય ઉપમહાદ્વીપ માટે અલ કાયદાનો ચીફ બનાવ્યો હતો. આસિમ ઉમર ભારતીય ઉપમહાદ્વીપમાં આતંકી ગતિવિધીઓને અંઝામ આપી રહ્યો હતો. ત્યારે તે ભારત માટે પણ તે મોટો ખતરો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  6 જૂનના દિવસે એક ભેંસના કારણે ભારતની સૌથી મોટી ટ્રેન દુર્ઘટના, લોકોના મૃતદેહને કાઢવા ગોતામણની ઓફર કરાઈ હતી

સુત્રો મુજબ ઉમરની સાથે જે બીજા આતંકી માર્યા ગયા, તેમાં વધારે પાકિસ્તાની હતા. સુરક્ષાદળોએ તેને અફઘાનિસ્તાનના દક્ષિણી હેલમંડ પ્રાંતમાં એક ઓપરેશનમાં માર્યો હતો. અમેરિકી અને અફઘાની સુરક્ષાદળોએ મૂસા કાલા જિલ્લામાં તાલિબાનના કેમ્પ પર હુમલો કર્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

READ  જાણો કોણ છે, જેને હાથમાં ગીતા રાખીને સાંસદ તરીકેના શપથ લીધા હતા અને હવે લડશે અમેરિકમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી

 

અફઘાનિસ્તાન અને અમેરિકી સેના દ્વારા લાંબી રેડ પાડવામાં આવી હતી. આ રેડ 22 અને 23 સપ્ટેમ્બરની રાત્રે પાડવામાં આવી હતી. તેમાં અમેરિકાએ સુરક્ષાદળોને એર સપોર્ટ આપ્યો. ઉમરની સિવાય જે 6 આતંકી ઠાર કર્યા, તેમાં રેહાન નામનો આતંકી પણ છે. જે અયમાન અલ જવાહિરી માટે કુરિયરનું કામ કરતો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જાણો કેવી રીતે EVM મશીન થોડા જ કલાકોમાં અંદાજીત 60 કરોડ મતદારોની ગણતરી કરી લેશે?

 

FB Comments