અમદાવાદ બાદ સુરતમાં પણ ઝડપાયુ દારૂ ભરેલું ભોંયરૂ, બુટલેગર ફરાર

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા બુટલેગરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં પ્રકાશમાં આવેલો વધુ એક કિસ્સો જોઇ તમે પણ ચોકી ઉઠશો.

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ રેડમાં હેમંત પટેલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. આમ તો દારુ છુપાવવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે. સુરતના ખજોદગામ ખાતે કચરાના પ્લાન્ટ નજીક ભુગર્ભ ટાંકીમાંથી PCBની ટીમે રૂપિયા 1.54 લાખની કિંમતનો દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરત PCBની ટીમે બાતમીના આધારે ખજોદગામ નજીક આવેલા કચરાના પ્લાન્ટ પાસે આવેલી ટાંકીના ભુર્ગભમાં વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ઝડપી લીધો છે.

જગ્યા જોતા એવુ લાગે કે કોઈ જંગલ હશે પણ બુટલેગરો દારૂ સંતાડવા માટે જગ્યા શોધી લેતા હોય છે. આ ઝાડીઓની વચ્ચે 1 ભોંયરૂ બનાવવામાં આવ્યું છે અને તેમાં મોટા પ્રમાણમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો. શહેર પોલીસની PCBની ટીમે બાતમીના આધારે દરોડા પાડી ભુગર્ભમાંથી રૂપિયા 1.54 લાખની કિંમતનો દારુનો જથ્થો મળી આવતા તેઓ પણ ચોંકી ઉઠયા હતા.

ચૂંટણીમાં બુટલેગરો દારૂની હેરાફેરી અને દારૂ સંતાડવા માટે અવનવી તરકીબોનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ કિસ્સામાં હાલ પોલીસે દારૂ અંગે હેમંત પટેલ નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

PM Narendra Modi arrives at his mother Heeraben Modi's residence in Gandhinagar

FB Comments

Baldev Suthar

Read Previous

વાયનડ સીટ દક્ષિણ ભારતમાં અપાવશે કોંગ્રેસને સફળતા? જાણો અગાઉની ચૂંટણીમાં કેવી રહી છે અસર

Read Next

પાકિસ્તાનના F-16 ફાયટર પ્લેનને ભારતના સુખોઈ-30 અને મિરાજે ભગાડયા

WhatsApp chat