અમદાવાદ બાદ હવે સુરતવાસીઓ પણ માણી શકશે મેટ્રોની મજા, કેન્દ્ર સરકારે આપી પ્રોજેક્ટને લીલીઝંડી

હવે સુરતમાં પણ અમદાવાદની જેમ મેટ્રો ટ્રેન દોડશે. લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર તરફથી સુરતને બીજી મોટી ભેટ મળી છે.

પ્રતિકાત્મક તસ્વીર

પહેલાં 971 કરોડના તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટને મંજૂર કરવામાં આવ્યો ત્યારબાદ કેન્દ્ર સરકારે સુરતને 12,114 કરોડના મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગના સેક્રેટરી જી.સી. મુર્મુની અધ્યક્ષતા હેઠળની પ્રોજેક્ટ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડની બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. મેટ્રોરેલનો આ પ્રોજેક્ટ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ(SVP)ની રચના કરીને હાથ ધરશે. 5 વર્ષમાં આ પ્રોજેકટ પૂરો કરવા માટે પ્રયત્ન કરશે. સુરત શહેરને મેટ્રો રેલનો લાભ આપવા માટે ગાંધીનગરમાં સ્ટેટ લેવલની હાઈપાવર કમિટી દ્વારા ગયા વર્ષે મેટ્રો રેલના બે રૂટને મંજૂરી આપવામાં આવી હતી. 12,800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ આપવામાં આવ્યો હતો. હાલમાં તેમાં સુધારો કરાતાં 12,114 કરોડનો અંદાજ મંડાયો છે. 40 કિ.મી.ની લંબાઈના આ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને બે કોરિડોરમાં વિભાજિત કરવામાં આવ્યો છે. સુરત શહેર માટે મેટ્રો પ્રોજેક્ટ અંગેના જે 2 રૂટ નક્કી કરવામાં આવ્યા છે તેના વચ્ચે જ મેટ્રો રેલ્વેની સુવિધાઓ ઉપલબ્ધ થશે. મંજૂર થયેલા રૂટના પ્રોજેક્ટનો રિપોર્ટ તૈયાર કરવા હાઈપાવર કમિટીએ ગત વર્ષે મંજૂરી આપી હતી. સમગ્ર પ્રોજેકટ પૂર્ણ થવાને અંદાજે 5 વર્ષ લાગશે.

મેટ્રો રેલના બે રૂટની સ્થિતિ ભૌગોલિક રીતે જાણો. શહેરના નકશા ઉપર મેટ્રો રેલ ક્યાંથી ક્યાં અને કેવી રીતે દોડશે?

રૂટ-01 –

સરથાણાથી ખજોદ ડ્રીમ સિટી સુધીનોરૂટ — 21.61 કિલોમીટર કુલ લંબાઈ, (15.14 કિ.મી એલિવેટેડ રૂટ, 6.47 કિ.મી. અન્ડરગ્રાઉન્ડ રૂટ), 20 સ્ટેશન(14 એલિવેટેડ સ્ટેશન, 6 અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન)- આ રૂટમાં સરથાણા-વરાછાથી શરૂ થઈને નાનાવરાછા, રેલ્વે સ્ટેશન, ચોકબજાર, મજૂરાગેટ, ભટાર ચાર રસ્તા, સરસાણા કન્વેન્શન સેન્ટર, ખજોદ ચાર રસ્તા અને ડ્રીમસિટી વચ્ચે પસાર થશે.

રૂટ-02 –

ભેંસાણ ડેપોથી સરોલી સુધીનોરૂટ- 18.74 કિલોમીટર કુલ લંબાઈ (તમામ રૂટ એલિવેટેડ)-18 સ્ટેશન (તમામ સ્ટેશન એલિવેટેડ)– આ રૂટ ભેંસાણથી શરૂ થઈને ઉગત, મધુવન સર્કલ, અડાજણ, મજૂરાગેટ, કમેલા દરવાજા, પરવત પાટિયા, સારોલી સુધીનો રહેશે.

Ahmedabad: Fight between 2 youths over old rivalry in Ramol, 1 dead- Tv9

FB Comments

Parul Mahadik

Read Previous

વિશ્વ મહિલા દિવસ: આ છે ભારતની સૌથી ધનવાન મહિલા, 45 હજાર કરોડ રુપિયાની છે તેમની સંપત્તિ

Read Next

મહિલાઓ માટે ‘હીરો’ છે દિલ્હી મેટ્રોના CISF જવાનો, 1 વર્ષમાં 258 મહિલાને આત્મહત્યા કરતાં બચાવી લીધી!

WhatsApp chat