સરહદ પર ભારતનો સામનો ન કરી શકતું પાકિસ્તાન હવે ભારતીય ઉચ્ચાયુક્તોને કરી રહ્યું છે હેરાન, ભારતે પણ ભર્યા કડક પગલાં

ભારત અને પાકિસ્તાન  વચ્ચે શરૂ થયેલા સરહદ પરના વિવાદથી પાકિસ્તાન હવે નાપાક કરતૂત કરી રહ્યું છે. પાકિસ્તાન ઇસ્લામાબાદમાં રહેતાં અધિકારીઓને હેરાન કરી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતે છેલ્લા થોડાં સમયથી ભારતીય અધિકારીઓને હેરાન કરી રહ્યા હોવા અંગે પાકિસ્તાનને ચેતવણી આપી હતી.

પાક.ના પાટનગર ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇ કમિશ્નના અધિકારીઓને 8 અને 11 માર્ચના રોજ હેરાન કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી હતી. ભારત તરફથી તે મામલે તાત્કાલિક તપાસની માંગણી કરી હતી.

આ પણ વાંચો : વારણસી ખાતે કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રિયંકા વાડ્રા પૂજા કરવા પહોંચે તે પહેલાં જ શરૂ થયો વિવાદનો સૂર

એક અહેવાલ અનુસાર, ભારતીય હાઇ કમિશને પાકિસ્તાન વિદેશ મંત્રાલયને 13 માર્ચના રોજ જ નોટ વર્બલ જાહેર કર્યું હતું. જે નોટમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતના ડેપ્યુટી હાઇ કમિશન, નેવી સલાહકાર અને અન્ય સચિવ સાથે ગેરવર્તણુંક કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

 

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતીમાં એવું કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન સુરક્ષા અધિકારીઓએ 9 અને 10 માર્ચના ડેપ્યૂટી હાઇ કમિશ્નર સાથે પણ ગેર વર્તણુંક કરી હતી. જે પહેલાં 8 માર્ચે પણ આ પ્રકારની પ્રવૃતિ થઇ હોવાનું કહેવામાં આવ્યું હતું. ભારત તરફથી કડક વલણનો પાકિસ્તાન ભારે અવળચંડાઈથી આગળ વધી રહ્યું છે. જેના માટે ભારતે પણ કડક શબ્દોમાં પાકિસ્તાનને ચેતવણી આપી દીધી છે.

Surat: Rs 14 lakh stolen from an ATM on Ichhapor main road| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk6

Read Previous

વારણસી ખાતે કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રિયંકા વાડ્રા પૂજા કરવા પહોંચે તે પહેલાં જ શરૂ થયો વિવાદનો સૂર

Read Next

ત્રણ દિવસ પછી પણ પત્રકાર ચિરાગ પટેલના હત્યાનું કારણ અકબંધ રહેતાં, લોકોએ સોશિયલ મીડિયા પર #Justice4Chirag અભિયાન શરૂ કર્યું

WhatsApp પર સમાચાર