લોકડાઉન-2: આ તારીખ પછી કોરોનાથી પ્રભાવિત ન હોય તે જિલ્લાને આંશિક રાહત મળી શકે

After April 20, Districts not affected by coronavirus may get some conditional relief lockdown 2 aa tarikh pachi corona thi prabhavit na hoy te jilla ma aanshik rahat mali shake

ભારતમાં લોકડાઉન પાર્ટ 2 દરમિયાન વધુ સાવધાની અને કડકાઈ રાખવામાં આવશે. દેશભરમાં પરિવહન સેવાઓ બંધ રહેશે. દેશમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોઈ ફ્લાઈટ ઉડશે નહીં. DGCAએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે 3 મે સુધી ફલાઈટ ઉડાણ ભરશે નહી. ત્યારે રેલવેએ પણ 3 મે સુધી તમામ પેસેન્જર ટ્રેન બંધ રાખવાની જાહેરાત કરી છે. દેશના મોટા શહેરોમાં મેટ્રો સેવા પણ બંધ જ રહેશે.

READ  કોરોના વાઈરસના લક્ષણ દેખાય તો ગભરાશો નહીં આ નંબર પર કોલ કરીને માગો મદદ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે કોરોનાથી પ્રભાવિત ન હોય તેવા જિલ્લાને આંશિક રાહત મળી શકે છે. 20 એપ્રિલ બાદ એક પણ કેસ ન હોય તેવા જિલ્લાને રાહત મળી શકે છે. રાજ્યના 11 જિલ્લામાં એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. ત્યારે આ જિલ્લામાં 20 એપ્રિલ સુધી એક પણ પોઝિટીવ કેસ ન નોંધાય તો રાહત મળી શકે છે.

READ  ભારતીય અર્થવ્યવસ્થા અંગે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને શું કહ્યું, વાંચો આ અહેવાલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જિલ્લાઓની સરહદ સિલ કરીને છૂટછાટ અપાઈ શકે છે. દુકાનોને ચોક્કસ સમય સુધી ખુલ્લી રાખવાની વિચારણા કરાશે. જિલ્લા વહિવટી તંત્ર સાથે પરામર્શ બાદ નિર્ણય લેવામાં આવી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સૌરાષ્ટ્રના આ ગામમાં પાક નિષ્ફળ જતા પોક મૂકીને રડી રહ્યા છે ખેડુતો, જુઓ VIDEO

 

FB Comments