વલ્ડૅ કપ ટીમમાં સ્થાન ન મળવાને કારણે હવે આ ટીમમાં રમવા ઈચ્છે છે રહાણે, BCCIને મોકલ્યો ઈ-મેલ

ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કૅપ્ટન અજિંક્ય રહાણેને ઈંગ્લેન્ડમાં રમાનારા વલ્ડૅ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન નથી મળ્યુ.

રહાણેને ટીમમાં સ્થાન ન મળવાનું કારણ તેમનુ લિમીડેટ ઓવર ફોર્મેટમાં સતત ખરાબ પ્રદર્શન પણ રહ્યું છે. હવે તેમના આ પ્રદર્શનને સુધારવા માટે તે ઈંગ્લિશ કાઉન્ટી ક્લબ હેમ્પશાયર માટે 4 દિવસની મેચ રમવા ઈચ્છે છે. રહાણેએ હેમ્પશાયરમાં રમવા માટે BCCIને ઈ-મેઈલ કરીને પરવાનગી પણ માગી છે.

 

READ  હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019: કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, ઘોષણા પત્રમાં આ યોજનાઓના કર્યા વાયદા

રહાણેએ BCCI બોર્ડના CEO રાહુલ જૌહરીને ઈ-મેઈલ મોકલ્યો છે. હેમ્પશાયર માટે રમવાની પરવાનગી રહાણેને મળી શકે છે. ગયા વર્ષે ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલીને પણ રમવાની પરવાનગી મળી હતી. ચેતેશ્વર પુજારા પણ કાઉન્ટી ક્રિકેટ રમ્યા હતા. જેનાથી તેમને ખુબ ફાયદો મળ્યો હતો.

 

Oops, something went wrong.
FB Comments