પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મોની DVDના વેચાણ પર પ્રતિબંધ, કડક કાર્યવાહીના આદેશ

પાકિસ્તાન ભારતના નિર્ણયથી રોષે ભરાયું છે. એક પછી એક ભારત વિરોધી આદેશ આપી રહ્યું છે. પાકિસ્તાને હવે ભારતીય ફિલ્મોની સીડી/ડીવીડીના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   ઈનકમ ટેક્ષ રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખની રાહ ન જુઓ, કારણ કે પછી થઈ શકે છે આ મુશ્કેલી

પાકિસ્તાને પહેલાં તો ભારતીય ફિલ્મોના રિલિઝ પર પ્રતિબંધ લગાવ્યો,બાદમાં ભારતીય અભિનેતાઓની જાહેરાતો પર પણ પ્રતિબંધ લગાવી દીધો અને હવે એવા સમાચાર મળી રહ્યાં છે કે પાકિસ્તાને ભારતીય ફિલ્મોની સીડી-ડીવીડીના વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે.

READ  LIVE UPDATES: શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અયોધ્યમાં બોલ્યા "રામ મંદિર બનાવવાની તારીખ જોઈએ"

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાકિસ્તાન સરકાર દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ ભારતીય ફિલ્મોની સીડી વેચતા નજરે પડશે તો તેની પર આકરી કાર્યવાહી પ્રશાસન કરશે. ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવ્યા બાદ ધૂંધવાયેલું પાકિસ્તાન દરરોજ નવો ભારત વિરોધ નિયમ બહાર પાડે છે.

READ  પાકિસ્તાનના મંત્રીએ ટ્વિટ કરી સુષમા સ્વરાજના નિધન પર આપી શ્રધ્ધાંજલી

[yop_poll id=”1″]

ભારતીય ફિલ્મોની રિલિઝ પાકિસ્તાને અટકાવી દીધી છે અને આ બાબતે પ્રતિક્રિયા આપતા ભારતીય કલાકારોએ કહ્યું કે તેનાથી ભારતને કોઈ જ નુકસાન નથી. આ નિર્ણયથી પાકિસ્તાનને જ નુકસાન થવાનું છે.

 

Anand: Ruckus over installation of water pipeline in Karamsad| TV9News

FB Comments