દુનિયા રહો સાવધાન! ચીનમાં કોરોના બાદ હંતા વાઇરસથી એક વ્યક્તિનું મોત

After Corona pandemic new Hantavirus appears in China

હજુ તો ચીન કોરોના વાઇરસ સામે જંગ લડી રહ્યું છે ત્યાં હંતા વાઇરસનો ખોફ ફેલાયો છે. ચીનના યુન્નાન પ્રાંતમાં એક વ્યક્તિનું હંતા વાઇરસના કારણે મોત થઇ ગયું. આ વ્યક્તિ કામ કરવા માટે બસથી શાડોંગ પ્રાંત જઇ રહ્યો હતો. થોડા સમય પહેલા જ તેને હંતા વાઇરસ પોઝિટિવ આવ્યો હતો. જેથી હવે આ વ્યક્તિ સાથે બસમાં સવાર 32 અન્ય લોકોની પણ તપાસ કરવામાં આવી છે. ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સમાં આ સમાચાર છપાયા બાદ સોશિયલ મીડિયા પર હડકંપ મચી ગયો છે. હવે લોકો ટ્વિટ કરીને એ ડર જતાવી રહ્યા છે કે ક્યાંક કોરોના વાઇરસની જેમ જ હંતા વાઇરસ પણ મહામારી સાબિત ન થાય. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર એવુ પણ કહી રહ્યા છે કે ચીનના લોકો જાનવરોને જીવતા ખાવાના બંધ નહીં કરે તો આ બધુ ચાલતુ જ રહેશે.

READ  ક્યારે અને કેવી જમીનમાં કરવું જીરૂનું વાવેતર અને કેટલો રાખવો બિયારણનો દર? જુઓ VIDEO

આ પણ વાંચો: કોરોના વાઈરસના પગલે નાણાં મંત્રી સીતારમણની મહત્વની જાહેરાત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments