• March 21, 2019

BJPની આ પૂર્વ મહિલા મંત્રી હારી ગઈ તો કાર્યકર્તાઓને ધમકાવ્યા, કહ્યું “જેણે મને વૉટ નથી કર્યાં તેમણે હવે રોવું પડશે.”

ભલભલા લોકો સત્તા જવા પર પોતાના પરનો કાબૂ ગુમાવી દે. પરંતુ તેમાંના મોટા ભાગના લોકો પોતાને સાચવી લે અને પરાજયમાંથી કોઈ શીખ મેળવે. પરંતુ મધ્યપ્રદેશમાં 15 વર્ષ સુધી સત્તા પર રહેલા શિવરાજસિંહની સરકારના તમામ નેતાઓ શાલીનતામાં રહીને વાત કરી રહ્યાં છે. પરંતુ તેમની એક પૂર્વ મંત્રી પોતાના પરનો કાબૂ ગુમાવી ચૂક્યા છે. 

જુઓ વીડિયો:

મધ્યપ્રદેશની પૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી તેમજ બુરહાનપુરની પૂર્વ ધારાસભ્ય અર્ચના ચિટનિસનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કાર્યકર્તાઓને ખુલ્લેઆમ ધમકાવતા જોવા મળી રહ્યાં છે.

આ વીડિયો 12 ડિસેમ્બરનો છે, જેમાં તેઓ બુરહાનપુરમાં આભાર સભા સંબોધિત કરી રહ્યાં છે. આ વીડિયોમાં ચિટનિસ કહી રહ્યાં છે,

“હું એમાંની નથી કે જે એક ચૂંટણી હારી જવાથી હાર માની લે કે પીછેહઠ કરી લઉં. હું પાછળ નહીં હટું. જેમણે મને મત નથી આપ્યા તેમને રોવડાવી ન દીધા તો મારું નામ પણ અર્ચના ચિટનિસ નહીં. “

ઉપરાંત, તેમણે કહ્યું કે તેઓ આ હારથી નિરાશ નથી થયા અને 2019ની લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગ્યા છે.

બુરહાનપુર ભાજપની પરંપરાગત સીટ માનવામાં આવતી હતી. પરંતુ આ વખતે દાવ ઉલ્ટો પડી ગયો. શિવરાજ સરકારના દિગ્ગજ મંત્રીઓમાંના એક અર્ચના ચિટનિસ અપક્ષ ઉમેદવાર સુરેન્દ્ર સિંહથી હારી ગયા. આ રોચક મુકાબલામાં અર્ચનાને 5120 મતોથી પરાજય મળ્યો.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આ પણ વાંચો: BJPના મોટા નેતાએ રાહુલ ગાંધી વિશે એવું તો શું કહી દીધું કે Twitter પર થઈ રહ્યાં છે troll?

આવું પહેલી વખત નથી થયું કે જ્યારે ચિટનિસના કોઈ નિવેદન પર વિવાદ થયો હોય. આ પહેલા 2017માં તેમણે કહ્યું હતું કે કૃષ્ણ અને કંસ વચ્ચેનું યુદ્ધ દૂધ માટે થયું હતું. ‘મહર્ષિ વાલ્મિકી એક ડાકૂ હતા.’ તેમ કહેનાર પણ ચિટનિસ જ હતા. જોકે વાલ્મિકી સમાજની નારાજગી બાદ તેમણે પોતાના આ નિવેદન પર ખેદ જતાવ્યો હતો.

[yop_poll id=253]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gujarat BJP senior leaders leave for Delhi, to discuss names for LokSabha Elections2019 - Tv9

FB Comments

Hits: 759

TV9 Web Desk3

Read Previous

રૂપિયાની નોટોનો નહીં, આ ગુજરાતી લોકગાયકના ડાયરામાં થાય છે ડૉલરનો વરસાદ!

Read Next

રાફેલ ડીલ: SCના નિર્ણય બાદ હજી પણ કેમ વિવાદ યથાવત્? 10 મુદ્દાઓમાં સમજો આ આખો મામલો

WhatsApp chat