મનોહર પર્રિકરના અવસાનના 13માં દિવસે તેમનું ટ્વિટર અકાઉન્ટ થયું જીવંત, જાણો સ્વર્ગીય નેતાના ટ્વિટરને કોણ ચલાવી રહ્યું છે?

ગોવાના સ્વર્ગીય મુખ્યપ્રધાન મનોહર પર્રિકરના અવસાન બાદ તેમના ટ્વિટર અકાઉન્ટને બંધ કરવામાં આવ્યું હતું પરંતુ ફરીથી તેમનું ટ્વિટર અકાઉન્ટ એક્ટિવ થયુ છે, જેમાં તેમના પરિવારે ટ્વિટ કરીને ભાજપ અને રાજ્યના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

મનોહર પર્રિકરનું 17 માર્ચેના રોજ નિધન થયું હતું તે પહેલા તેમને છેલ્લે 12 માર્ચના રોજ ગોવાના પ્રથમ મુખ્યમંત્રી દયાનંદને ટ્વીટ કર્યુ હતું. આજે 13 દિવસ પછી ફરીથી તેમના ટ્વિટર અકાઉન્ટ પરથી 30 માર્ચના રોજ ટ્વિટ કરીને તેમના પરિવારજનોએ લોકોનો આભાર માન્યો હતો.

 

READ  ન્યૂ યરની ઉજવણી દરમિયાન દેશના આ શહેરો પર તોળાઈ રહ્યો છે આતંકી હુમલાનો ખતરો, સુરક્ષા એજન્સીઓ રાખી રહી છે બાજ નજર

ગોવાના ભાજપના નેતા મનોહર પર્રિકરના પરિવારના મોટા પુત્ર ઉત્પલ પર્રિકરે ટ્વિટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSS પાર્ટીના કાર્યકર્તાઓ અને ગોવાની જનતાનો આભાર માન્યો હતો. તેમને કહ્યું કે તેમના પ્રેમથી તેમના પરિવારને તે સંકટથી લડવાની શક્તિ મળી છે.

મનોહર પર્રિકરના ટ્વિટર હેન્ડલ પરથી રજૂ કરેલા તેમના બંને પુત્ર ઉત્પલ અને અભિજાતે કહ્યું કે, ‘મારા પિતા દરેક દિવસ જોશ, ઈચ્છાશક્તિ અને દેશ સેવા સાથે જીવ્યા. તેમના અંતિમ દિવસોમાં પણ રાજ્યની ચિંતા કરતા રહ્યા. અમે આગળ પણ દેશ અને રાજ્યની સેવા કરતા રહીશું.’

READ  અમદાવાદમાં દારૂની હેરાફેરી ડામવા પોલીસની ડ્રાઈવ, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments