ખાધા પછી જો આ 5 આદતોમાંથી 1 પણ આદત તમારી હોય તો ટૂંક સમયમાં તમારે ખાવા પડી શકે છે ડૉક્ટરના ધક્કા!

જો તમારાં મનમાં એવું હોય કે ખાવાનું ખાધા પછી તરત જ પોષણ મળી ગયું તો તમને જણાવી દઈએ કે આવું કશું જ હોતું નથી. જ્યાં સુધી ભોજનની તમામ વસ્તુઓનું પાચન નથી થતું ત્યાં સુધી પોષણ શરીરને બરોબર મળતું નથી.

ખાવાનું ખાય લીધા પછી અમુક લોકોને વિવિધ આદતો હોય છે જેના લીધે પોષણયુક્ત ભોજનના પાચન પર અસર પડે છે. આમ ખાવાનું ખાયને જો આ અમુક આદતોને કાબૂમાં ન કરવામાં આવે તો તેની અસર શરીરમાં થતી નથી અને યોગ્ય પોષકતત્ત્વો શરીરને મળતાં નથી.

READ  ભારતીય મુસ્લિમો માટે હોબાળો કરનારા પાકિસ્તાને તેના જ દેશમાં બંધ કરી સૌથી મોટી સુવિધા

1. સિગરેટ પીવી

ખાવાનું ખાઈને તરત સીગરેટ પીવાની આદત હોય તે ખતરનાક છે કારણ કે આ આદતથી સીધી જ અસર આપણાં શરીરમાં પાચનના કામમાં મદદરુપ આંતરડા પર થાય છે. આમ સીગરેટ પીવાથી કેન્સરનો ભય વધે છે અને ખાવાનું ખાધા પછી આ સીગરેટ પીવાના લીધે પાચનક્રિયામાં પણ અડચણ ઉભી થાય છે.

2. ચા પીવી

જાણવામાં આવી રહ્યું છે કે જે ચાના પાંદડાઓમાં અમુક પ્રકારનો એસિડ હોય છે જેના લીધે તરત જ ચા પીવાથી પાચનક્રિયામાં તકલીફ ઉભી થઈ શકે છે. સાચી રીતે ખાવાનું ખાધા પછી તરત જ તો ચાનું સેવન ના જ કરવું જોઈએ.

READ  VIDEO: પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પછી પરિવાર આવ્યા સામસામે

3. ફળનું સેવન


કહેવાય છે કે ફળો તો આપણાં શરીર માટે ફાયદાકારક છે અને ફળ ખાવાથી આપણાં શરીરમાં શું નુકસાન થઈ શકે? જો ખાવાનું ખાધા પછી અમુક પ્રકારના ફળ-ફળાદી ખાવાથી ગેસ, અપચો જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.

 

4. ઉંઘ લેવી


ખાઈને તરત જ લોકો પોતાની પથારીમાં પડી જતાં હોય છે પણ તારણ એમ કહે છે જો ખાધા પછી તરત જ ઉંઘ લેવામાં આવે તો તેના લીધે પેટના આંતરડાઓમાં સંક્રમણ અને ગેસ થવાની શક્યતા રહેલી છે.

READ  શિયાળામાં દરરોજ ગોળ ખાશો તો થશે આ ફાયદાઓ !!!

5. નહાવું


નહાવાથી તકલીફ ન હોઈ શકે પણ તારણ મુજબ જમવાનું લીધા પછી તરત જ જો નાહવામાં આવે તો તેના લીધે શરીરમાં જે પાચનરસ ઉત્પન્ન થાય છે તેમાં ઘટાડો થઈ જાય છે. આમ તરત જ ખાધા પછી નાહવામાં આવે તો પાચનક્રિયા ધીમી પડી શકે છે. આમ આ પાંચ આદતો પર કાબૂ ન રાખવામાં આવે તો ડૉક્ટરને ટૂંક સમયમાં મળવું પડે તો નવાઈ નહીં.

[yop_poll id=1357]

Oops, something went wrong.
FB Comments