રાજકોટના હેલ્થ વિભાગના અધિકારીઓએ રેડ કરીને લીચીના અખાદ્ય જથ્થાને કર્યો નષ્ટ

બિહારમાં ટપોટપ બાળકોના મોત થઈ રહ્યાં છે અને તેની પાછળ લીચી ફળને પણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે. આથી ગુજરાત રાજકોટ હેલ્થ વિભાગ પણ હરકતમાં આવ્યો છે. જે લોકો લીચીનું વેચાણ કરી રહ્યાં છે તેવા વેપારીઓ પાસેથી લીચીના જથ્થાની તપાસ કરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  છઠ્ઠા તબક્કાની કુલ 59 સીટ પર આજે પ્રચાર થશે બંધ, આ દિગ્ગજોની પ્રતિષ્ઠા છે દાવ પર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રાજકોટના માર્કેટમાં હેલ્થ વિભાગે રેડ કરી હતી અને 142 કિલો જેટલી અખાદ્ય લીચીના જથ્થાને ઝડપીને તેનો નાશ કર્યો છે. બિહારમાં જે તાવ છે તેનો કોઈ ઠોસ ઉપાય તંત્રને મળી રહ્યો નથી અને હજુ પણ બાળકોનાં મૃત્યુનો આંક વધી રહ્યો છે. આવી ઘટના ગુજરાતના રાજકોટમાં ન બને તે માટે તંત્ર દ્વારા સાવચેતી દાખવવામાં આવી રહી છે અને લીચીના અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવી રહ્યો છે.

READ  કારગિલમાં આ જવાન સાથે 22 દિવસ સુધી પાકિસ્તાની બર્બરતા સામે હિંમત ન હારનારા વીરની કહાની

આ પણ વાંચો:  IAS અધિકારી કેવી રીતે બની શકાય? જાણો શિક્ષણથી લઈને પરીક્ષા સુધીની તમામ વિગતો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments