દિલ્હીમાં એગ્ઝિટ પોલ મુજબ AAP સરકાર તો ભાજપે આપ્યો આ જવાબ!

manoj-tiwari-claims-bjp-will-form-government-with-48-seats-keep-my-tweet

દિલ્હીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયી છે.  દરેક પાર્ટી પોતાની સરકાર બનશે તેવો દાવો કરી રહી છે. આ બધાની વચ્ચે વિવિધ ચેનલના એગ્ઝિટ પોલ પણ આવી ગયા છે. જો તમામ ચેનલના એગ્ઝિટ પોલના તારણ પર આવીએ દિલ્હીમાં કેજરીવાલની સરકાર ત્રીજી વખત બની રહી છે.  દિલ્હી ભાજપના અધ્યક્ષ અને અભિનેતા મનોજ તિવારી આ એગ્ઝિટ પોલથી સહમત નથી અને તેઓએ એક ટ્વીટ કર્યું છે. ટ્વીટ કર્યું છે એટલું જ નહીં પણ ટ્વીટને સાચવી રાખવા માટે પણ સલાહ આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે 54 ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો ગાંધીનગરથી કોને મળી ટિકિટ

https://twitter.com/ManojTiwariMP/status/1226144841761001472?s=20

આ પણ વાંચો :  શું અમદાવાદમાં પણ છે ‘પાકિસ્તાન’ ? જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 મનોજ તિવારીએ તમામ એગ્ઝિટ પોલના આંકડાઓને ખોટા ઠેરવ્યા છે અને લખ્યું કે તમામ એગ્ઝિટ પોલ ફેઈલ થશે. મારું આ ટ્વીટ સંભાળીને રાખજો. ભાજપ દિલ્હીમાં 48 સીટ લઈને સરકાર બનાવશે. મહેરબાની કરીને ઈવીએમને દોષ આપવાનું બહાનું અત્યારથી કોઈ ના શોધશો.  આમ મનોજ તિવારી જે દિલ્હી ભાજપના અધ્યક્ષ છે તેને આ ટ્વીટમાં ચેલેન્જ આપી દીધી છે.

READ  દિલ્હી ચૂંટણી: જાણો ભાજપના નેતાએ એવું કયું નિવેદન આપ્યું કે નોંધાઈ પોલીસ FIR?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 70 વિધાનસભાની સીટ છે.  કેજરીવાલની આમ આદમી પાર્ટીનો જાદૂ દેખાઈ રહ્યો છે. દિલ્હીમાં કોની સરકાર બનશે તે તો 11 ફેબ્રુઆરીના રોજ જ જાણી શકાશે.  આજે 8 ફેબ્રુઆરીના રોજ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયી છે. દિલ્હીમાં શાહીનબાગ વિસ્તારમાં પ્રદર્શન ચાલી રહ્યું હોવાથી ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો કે દિલ્હીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન કરાવવામાં ચૂંટણી પંચને સફળતા મળી છે.

READ  દિલ્હી વિધાનસભામાં AAPની ભવ્ય વિજય સાથે જાણો કોંગ્રેસ પાર્ટીના કેટલા ઉમેદવારની ડિપોઝીટ જપ્ત

 

Ahmedabad: Man develops body sanitizer machine at his home during lockdown| TV9News

FB Comments