મહિલાઓની સુરક્ષા માટે ગૂગલ મેપ લાવી શકે છે નવું ફિચર્સ, થશે આ મોટો ફાયદો

/google-maps-new-feature-lighting-for-women-safety-in-india

ભારતમાં દુષ્કર્મની ઘટનાઓને લઈને ગુસ્સો જોવા મળી રહ્યો છે. આવી ઘટનાઓ ના થાય તે માટે નક્કર પરિણામ પ્રજા ઈચ્છી રહી છે. આ બધાની વચ્ચે ગૂગલ(Google) પણ યોગદાન આપી શકે છે કે જેના લીધે મહિલાઓની સુરક્ષામાં વધારો થાય. ગૂગલ મેપ(Google Map)માં એક નવું ફિચર્સ લગાવવાની તૈયારીમાં છે જેના લીધે મહિલાઓની સુરક્ષામાં વધારો થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ચીનને આર્થિક મોર્ચે પડ્યો સૌથી મોટો ફટ્કો, 17 વર્ષમાં બેરોજગારી દર સૌથી ઉંચો ઝડપથી ઘટી રહી છે નોકરી
/google-maps-new-feature-lighting-for-women-safety-in-india
તસવીર પ્રતીકાત્મક છે.

આ પણ વાંચો :   ગુજરાત વિધાનસભાનું સત્ર 9થી 11 ડિસેમ્બર સુધી ત્રણ દિવસ માટે યોજાશે, આ મહત્વના બિલ કરાશે રજૂ

કેવી રીતે ગૂગલ મેપમાં આ ફિચર્સ કરશે કામ? 

રાત્રે દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા હોય છે. ગૂગલ એવા રસ્તાઓ મેપમાં પહેલાં બતાવશે જ્યાં સ્ટ્રીટ લાઈટ કામ કરી રહી છે. આમ ગૂગલ મેપ દ્વારા કોઈ મહિલા પોતાના ઘરે જવા માગતી હોય તે પીળા રંગ દ્વારા જે રસ્તો મેપ બતાવે છે તેના પર જશે તો બધી જ સ્ટ્રીટ લાઈટ વર્કિંગ હશે. ટૂંકમાં એવો કોઈ રસ્તો જ્યાં સ્ટ્રીટ લાઈટ નથી તેને ગૂગલ શોધી કાઢશે અને લોકો તેને મેપ પર જોઈ શકશે.

READ  VIDEO: ગુજરાત તરફ 'વાયુ' ગતિમાનઃ દરિયાકાંઠામાં આ સિગ્નલ લગાવી દેવાયા, સાથે ખાસ સૂચનાઓ પણ કરી દેવાઈ જાહેર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ ગૂગલ એક નવા ફિચર્સ દ્વારા સેફ્ટી પુરી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ફિચર્સ મેપમાં ક્યારે આવી જશે તે અંગે કોઈ જાણકારી ગૂગલ દ્વારા આપવામાં આવી નથી. જો કે નજીકના સમયમાં આ ફિચર્સ ગૂગલ લોંચ કરી શકે છે.  આમ મહિલાઓને જો રાત્રીના સમયે ક્યાંય બહાર જવાનું થાય તો ક્યો રસ્તો વધારે સુરક્ષિત રહેશે તે  જાણવામાં ગૂગલ મેપ મદદ કરી શકશે.

READ  ભ્રષ્ટાચાર? દિવસમાં 24 કલાક હોય પણ જામનગર જિલ્લાના આ ગામમાં એક દિવસમાં જેસીબી મશીને 32 કલાક કામ કર્યું!

 

 

Patan: 3 dead bodies found near Pipli village of Radhanpur| TV9News

FB Comments