પત્ની ભાજપમાં, બહેન કોંગ્રેસમાં, જાણો રવિન્દ્ર જાડેજાએ કઈ પાર્ટીને સપોર્ટ આપ્યો?

લોકસભાની ચૂંટણીનુ કાઉન્ટ ડાઉન શરૂ થતાની સાથે જ રાજકારણમાં નવા નવા સમીકરણો સામે આવી રહ્યા છે. પરંતુ લોકસભાની ચૂંટણીમાં રવિન્દ્ર જાડેજા અને તેનો પરિવાર ચર્ચામાં રહ્યો.

આજ કાલ રવિન્દ્ર જાડેજા બે રીતે ચર્ચામાં છે, એક તો વર્લ્ડ કપમાં સ્થાન મળવુ અને બીજુ રાજકોટના રાજકારણને લઈને. પત્ની રિવાબા ભાજપમાં જોડાયા બાદ રવિન્દ્ર જાડેજાની બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા. પરંતુ રવિન્દ્ર જાડેજા બહેન અને પિતાને સપોર્ટ ન કરતા પત્નીને એટલે કે, ભાજપને સપોર્ટ કરવાની જાહેરાત કરી છે.

READ  સરદાર સરોવર ડેમના પાણીના રુપિયાની ચૂકવણીને લઈને ગુજરાત ભાજપ-કોંગ્રેસ આમને-સામને, જુઓ VIDEO

રવિન્દ્ર જાડેજાના પરિવારના બે સભ્યો બીજેપીને સપોર્ટ કરે છે, તો અન્ય બે પરિવાર જનો કોંગ્રેસને સમર્થન આપે છે. તેવામા લોકસભાની ચૂંટણીમાં વધુ એક જ્ઞાતિ સમીકરણ સામે આવતા ચૂંટણી રસપ્રદ બની રહેશે.

News Headlines @ 4 PM : 06-12-2019 | Tv9GujaratiNews

FB Comments