રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર પર સંકટ તો બીજી તરફ રાહુલ ગાંધી હજુ પણ આ વાતને લઈ જીદ પર કાયમ

લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ જાણે ચારો ખાને ચિત્ત થઈ ચૂકી છે. મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં સરકાર બચાવી રહેલી કોંગ્રેસ માટે રાજસ્થાનમાં સંકટ ઉભો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતના નજીકના મંત્રીનું રાજીનામું ફરી રહ્યું છે. રાજસ્થાનમાં કોંગ્રેસના મંત્રીના રાજીનામાની ચર્ચા ચાલી રહી છે તો આ નેતા ખુદ જ ગાયબ છે. તો બે બીજા મંત્રીએ પણ રાજસ્થાનમાં હારની વાત કહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  શું કોંગ્રેસની અધ્યક્ષ પદ માટે શોધ પુરી? સોનિયા ગાંધીએ આ નેતાને અધ્યક્ષ પદ માટે કર્યો ફોન!

 

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાજપના 99માંથી 103 ધારાસભ્ય થવા છતાં સંસદની આ એક બેઠક ગુમાવવી પડશે, કોંગ્રેસને થશે ફાયદો

 

આ તમામ ઘટનાઓ વચ્ચે રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટ, રણદીપ સુરજેવાલા અને પ્રિયંકા ગાંધી આજે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા પહોંચ્યા છે. મહત્વનું છે કે રાજસ્થાનમાં કોંગ્રેસને હાર મળ્યા બાદ નેતૃત્વને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે. રાહુલ ગાંધી એવુ ઈચ્છતા હતા કે, કોઈપણ કોંગ્રેસ નેતા અથવા મુખ્યમંત્રીઓના સંતાનો લોકસભા ચૂંટણી ન લડો. લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીના દિકરાઓ ચૂંટણી લડી રહ્યા હતા. જેમા અશોક ગહેલોતના દિકરા ચૂંટણી જીતી શક્યા નથી.

READ  આ 9 રણનીતિક મુદ્દાઓના લીધે ભાજપે લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ બનાવી દીધો

Ahmedabad : Red stickers of home quarantine replaced with green stickers after completion of 14 days

સમગ્ર વાત એ છે કે રાહુલ ગાંધી હજુ પણ પોતાનું રાજીનામું આપવાની જીદ પર ઉભા છે. સાથે કહ્યું કે કોંગ્રેસે મારો વિકલ્પ શોધી લેવો જોઈએ. જેને લઈને પ્રિયંકા સહિત અનેક કોંગી નેતાઓ રાહુલની મુલાકાત માટે પહોંચ્યા છે. તો બીજી તરફ રંજનીકાંત અને લાલુ પ્રસાદે નિવેદન આપતા કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામું ન આપવું જોઈએ. ફિલ્મ અભિનેતા રંજનીકાંતે કહ્યું કે રાહુલ ગાંધીએ રાજીનામાના બદલે પોતાની કાર્યક્ષમતાથી સાબિત કરી દેવું જોઈએ.

FB Comments