વડાપ્રધાન મોદી પછી હવે બજારમાં આવી રાહુલ-પ્રિયંકાની પ્રિન્ટવાળી સાડી

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં પણ ઈલેક્શનનો ફીવર જોવા મળી રહ્યો છે. કેટલાક વેપારીઓએ મોદીની પ્રિન્ટવાળી સાડીઓ તૈયાર કરી છે.

ત્યારે કેટલાક વેપારીઓએ નમો અગેઈનની ટી-શર્ટ પહેરીને કામ કરતા નજરે ચડ્યા હતા. હવે માર્કેટમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના ચૂંટણી ચિન્હ પંજાની સાડીઓ ખૂબ ડિમાન્ડમાં આવી છે. સુરતમાં આ સાડી તૈયાર કરનારા વેપારીઓનું કહેવું છે કે તેમણે ફક્ત પહેલા એક જ સાડી તૈયાર કરી હતી. જે જોઈને તેઓને હવે મહારાષ્ટ્રથી ઓર્ડર મળવા લાગ્યા છે. અત્યાર સુધી 8 હજાર જેટલી સાડીઓના ઓર્ડર મળ્યા છે. જેમાં સૌથી વધારે પ્રિયંકા ગાંધીની પ્રિન્ટવાળી સાડીઓ હોટ ફેવરિટ છે.

સાથે સાથે વડાપ્રધાન મોદીની સીધી ટક્કરમાં ઉતરેલા રાહુલ ગાંધીની સાડીની ડિમાન્ડ પણ વધારે જોવા મળી રહી છે. સાડી તૈયાર કરનારા વેપારીઓનું કહેવું છે કે વડાપ્રધાન મોદીની સાડી ફક્ત સેમ્પલ માટે તૈયાર કરવામાં આવી હતી પણ કોંગ્રેસની સાડીઓના ઓર્ડર તેમને મોટી માત્રામાં મળ્યા છે. જે પણ મતદાતાઓને આ સાડીઓ આપવામાં આવે છે તેઓમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે.

READ  VIDEO: ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કરશે મુલાકાત

 

CM Rupani inaugurates Sursagar lake, offers aarti | Vadodara - Tv9GujaratiNews

FB Comments