મુકેશ અંબાણી પછી ભારતના આ ઉદ્યોગપતિએ તેમના નાના ભાઈનું દેવુ ચૂકવીને મોટી મુશ્કેલીથી બચાવ્યા

થોડા દિવસ પહેલા જ મુકેશ અંબાણી સોશિયલ મીડિયા પર ચર્ચામાં હતા. તેનુ કારણ હતુ કે તેમને તેમના નાના ભાઈ અનિલ અંબાણીને જેલમાં જવાથી બચાવ્યા હતા.

અનિલ અંબાણીને એરીકશન ગ્રૃપને લગભગ 450 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. છેલ્લા સમય સુધી તે આ રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા પણ તેમના ભાઈ મુકેશ અંબાણીએ તેમના ભાઈ અનિલ અંબાણીની મદદ કરી હતી અને અનિલ અંબાણીને જેલમાં જવાથી બચાવ્યા હતા. ગયા અઠવાડીયે ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમના નાના ભાઈ અનિલ અંબાણીને એરીકશનનું દેવુ ચૂકવવા માટે મદદ કરી હતી.

 

READ  વાયુસેનાની વધી તાકાત, ભારતને મળ્યું પ્રથમ આધુનિક વિમાન રાફેલ

ત્યારે હવે સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલે પણ તેમના નાના ભાઈને આર્થિક મદદ કરીને તેમને મોટી મુશ્કેલીમાંથી બચાવ્યા છે. સ્ટીલના મોટા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે તેમના ભાઈ પ્રમોદની સ્ટેટ ટ્રેડિંગ ર્કોપોરેશન (STC)નું દેવુ ચૂકવવામાં મદદ કરી છે. તેનાથી પ્રમોદને કાયદાકીય મુશ્કેલીથી બચવામાં મદદ મળી છે.

વૈશ્વિક સ્ટીલ હોલ્ડિંગના માલિક પ્રમોદ કુમાર મિત્તલે તેમના 2210 કરોડ રૂપિયાના દેવાની ચૂકવણીમાં મદદ કરવા માટે તેમના મોટા ભાઈનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે હું મારા ભાઈ લક્ષ્મી મિત્તલનું આભારી છું. જેમને મને STCનું દેવુ ચૂકવવામાં મદદ કરી. તેમની આ ઉદારતાના કારણે ન્યાયાલયના આદેશનું પાલન થઈ શકયુ છે.

READ  દેશની આ મોટી કંપની પર આતંકી હુમલાની દહેશત, વાંચો ખબર

 

Sabarkantha: Vadali youth suicide case; DGP hands over probe to CID crime | TV9News

FB Comments