મુંબઈ-અમદાવાદ બાદ હવે ભારતના આ 10 શહેરમાં પણ દોડશે બુલેટ ટ્રેન

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ, જે દેશમાં બુલેટ ટ્રેનો રજૂ કરે છે. તેને ભારતીય રેલવે વિભાગ દ્વારા વધારે રૂટ પર બુલેટ ટ્રેનની યોજના શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

તે પ્રમાણે બુલેટ ટ્રેન કોર્પોરેશન ભારતના અલગ અલગ ટ્રેન રૂટમાં સામેલ થશે અને તે નક્કી કરવામાં આવશે કે કયા રૂટ પર બુલેટ ટ્રેનની જરૂરીયાત છે. બુલેટ ટ્રેન પરિયોજના જેમાં 10 રૂટ સામેલ છે કુલ મળીને લગભગ 6 હજાર કિલોમીટરનું અંતર નક્કી કરશે. આ યોજનામાં લગભગ 10 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. બુલેટ ટ્રેનની કામગીરી માટે અત્યાર સુધી 6 રસ્તા નક્કી કરવામાં આવ્યા છે. તે સિવાય નવી દિલ્હી અને વારાણસીની વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી માટે કોર્પોરેશન એક અહેવાલ પણ તૈયાર કરશે.

ભારતનો પહેલો બુલેટ ટ્રેન કોરિડોર મુંબઈ-અમદાવાદ વચ્ચે કુલ 508 કિલોમીટર લાંબો હશે. 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી બુલેટ ટ્રેનથી બંને શહેરો વચ્ચેની મુસાફરી લગભગ 2 કલાકમાં પુરી થવાની સંભાવના છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના પર કામ વર્ષ 2022થી 2023ની વચ્ચે થવાની સંભાવના છે. એક અહેવાલ મુજબ બુલેટ ટ્રેન નવી દિલ્હી- અમૃતસર, નવી દિલ્હી-વારાણસી, નવી દિલ્હી-કોલકાતા, પટના-કોલકાતા, નવી દિલ્હી-મુંબઈ, ચેન્નઈ-બેંગલુરૂની વચ્ચે શરૂ થવાની સંભાવના છે.

FB Comments

TV9 Webdesk 9

Read Previous

ચૂંટણી-પ્રચાર: હવે સુરતના વેપારીઓએ મોદી સરકારની વિવિધ યોજનાની માહિતી આપતી સાડી છાપવાનું શરુ કર્યું

Read Next

ઍરપોર્ટ પર જ બાળકને ભુલી ગઈ મહિલા, વિમાનને પરત ફરવુ પડયુ

WhatsApp chat