દીપિકાની પદ્માવત બાદ હવે કંગનાની આગામી ફિલ્મને લઈને કરણી સેનાનો વિરોધ, ફિલ્મ રિલીઝ થશે તો તોડફોડ કરવાની આપી ધમકી

પદ્માવત બાદ રાષ્ટ્રીય કરણીસેનાએ કંગના રનૌતની આવનારી ફિલ્મ ‘મણિકર્ણિકા’નો વિરોધ કર્યો છે. કરણી સેનાએ ફિલ્મ રિલિઝ થશે તો તોડફોડ કરવાની ધમકી આપી છે. ફિલ્મ રિલિઝ પહેલા કરણી સેનાએ ફિલ્મ જોવાની માગ કરી છે. નહીં તો તોડફોડ કરવાની ધમકી આપી અને તેના જવાબદાર પોતે નહીં હોવાનું પણ કહ્યું.

 

કંગના રનૌત અભિનિત રાણી લક્ષ્મીબાઈ પર આધારિત ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી’ 25 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલિઝ થનાર છે. એ પૂર્વે કરણીસેનાએ ફિલ્મની રિલિઝને લઈને વિરોધ નોંધાવ્યો છે. કરણીસેનાએ રાણી લક્ષ્મીબાઈના બ્રિટિશ ઓફિસરો સાથે સંબંધોને લઈને વિરોધ નોંધાવ્યો છે.

READ  ઈમાનદાર કરદાતાઓને શું મળશે ઈનામ? આવતીકાલે વડાપ્રધાન મોદી કરશે નવા પ્લેટફોર્મની શરૂઆત

કરણીસેનાએ દાવો કર્યો છે કે, ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈને ડાંસ કરતા પણ દર્શાવાયા છે જે તે સભ્યતાની વિરુદ્ધ છે. કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહે ફિલ્મ રિલિઝ થાય તે પૂર્વે ફિલ્મ દર્શાવવા માગ કરી છે. જો અમને દર્શાવ્યા વગર ફિલ્મ રિલિઝ કરવામાં આવશે તો અમે સંપત્તિઓને નુકસાન પહોંચાડીશું. અમને કોઈના ખુલાસાથી પણ કોઈ મતલબ નથી.

સુખદેવસિંહે ફિલ્મના પાત્રોને તપાસવા માટે ઈતિહાસકારોને ફિલ્મ દર્શાવવા પણ માગ કરી છે. નોંધનીય છે કરણીસેનાએ પદ્માવત ફિલ્મનો પણ દેશભરમાં વિરોધ કર્યો હતો. સિનેમાઘરો સહિતની સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું.

READ  VIDEO: સુરતના ઓલપાડમાં આભ ફાટતા જળબંબાકાર, ચારે તરફ પાણી જ પાણી

તો સામે પક્ષે કંગનાએ પણ વળતો જવાબ આપતા કહ્યુું છે કે જો આ ફિલ્મની રિલીઝને લઈને કોઈ અડચણરૂપ બન્યું તો તે પણ ચલાવી નહીં લે. પોતે પણ રાજપૂત છે અને જે કોઈ વચ્ચે આવ્યું તેને બરબાદ કરી દેવાની વાત કંગનાએ કરી છે.

હવે ‘મણિકર્ણિકા’નો વિરોધ

પદ્માવત બાદ હવે મણિકર્ણિકા ફિલ્મનો વિરોધ
રાષ્ટ્રીય કરણીસેનાએ નારાજગી વ્યક્ત કરી કર્યો વિરોધ
ફિલ્મ રીલિઝ થશે તો તોડફોડની આપી ધમકી
દેશની સંપત્તિઓને નુકસાન પહોંચાડવાની ચીમકી
સંપત્તિને નુકસાન થશે તો પોતે જવાબદાર નહીં હોવાનું કહ્યું
ફિલ્મ રીલિઝ થાય તે પહેલા ફિલ્મ દર્શાવવા માંગ
કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહનું નિવેદન
‘CBFCના ખુલાસાથી કોઈ મતલબ નથી’
‘ફિલ્મ ઈતિહાસકારોને દર્શાવવી જોઈએ’
25મીના રોજ સિનેમાઘરોમાં રિલિઝ થનાર છે ફિલ્મ
કંગના રનૌત રાણી લક્ષ્મીબાઈનું ભજવ્યું છે પાત્ર
લક્ષ્મીબાઈના બ્રિટિસ ઓફિસરો સાથે સંબંધોને લઈને વિરોધ
ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈને ડાંસ કરતા પણ દર્શાવાયાનો દાવો

READ  વડાપ્રધાન મોદી આજે કાનપુર પહોંચશે, 'નમામિ ગંગે' પ્રોજેક્ટની સમીક્ષાની સાથે ગંગામાં કરશે મુસાફરી

[yop_poll id=660]

Oops, something went wrong.
FB Comments