લોકસભામાં પાસ થયા બાદ ગુજરાતમાં પણ હવે ટ્રાફિકના નવા નિયમ લાગુ કરાશે, 10 ગણો દંડ ભરવો પડશે

જો તમે હવે ટ્રાફિકના નિયમોને નહીં અનુસરો, તો દર મહિને 4થી 5 હજાર રૂપિયા દંડ ભરવાની તૈયારી રાખજો. કેમ કે કેન્દ્ર સરકારે મોટર વ્હિલક એમેન્ડમેન્ટ બિલ હેઠળ નવા નિયમ બનાવ્યા છે. જે ટૂંક સમયમાં ગુજરાતમાં પણ લાગુ પડશે. આ વખતે દંડ રૂપિયા 100ના બદલે સીધો 1 હજાર ભરવો પડશે. એટલે વાહનચાલકોએ નિયમ તોડતા પહેલા એક હાજર વખત કરવો પડશે વિચાર.

આ પણ વાંચોઃ આ દેશની રાજધાની દરિયાના પાણીમાં ડૂબતી હોવાથી સરકારે અન્ય શહેરમાં ખસેડવાનો નિર્ણય લીધો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Gujarat's two bravehearts to receive National Bravery Awards from PM Modi on January 24 - Tv9

 

કેન્દ્ર સરકારે લોકસભામાં પાસ કરેલા નવા બિલ અનુસાર જો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થશે તો દંડ ભરવાની રાખજો તૈયારી. રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા નવા બિલની જોગવાઇ પ્રમાણે કેટલાક નિયમમાં ફેરફાર થયા છે તેના પર નજર કરીએ તો, ડ્રાઈવિંગ લાઈસન્સ અને વાહન નોંધણી માટે આધારકાર્ડ ફરજિયાત, હિટ એન્ડ રન કેસમાં થતા મૃત્યુ માટે સરકાર પીડિત પરિવારને 2 લાખ કે તેથી વધુનું આપશે વળતર, પહેલા આ રકમ 25 હજાર રૂપિયા હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વાહનની ખરીદી કરતા પહેલા રહેજો સાવધાન! BS-4 ધરાવતા વાહનોનું RTO નહીં કરે રજીસ્ટ્રેશન

કિશોરો દ્વારા ટ્રાફિક નિયમ તોડવામાં આવશે તો વાલી અને વાહનના માલિક જવાબદાર રહેશે એટલું જ નહીં કિશોર પર જુવેનાઇલ જસ્ટિસ એકટ હેઠળ કેસ કરાશે. નશો કરીને ડ્રાઇવિંગ કરનારને દંડની રકમ 2 હજારથી વધારી 10 હજાર કરાઈ છે. ભયજનક રીતે વાહન ચલાવવા માટેનો દંડ 1 હજારથી વધારીને 5 હજાર કરાશે. લાઈસન્સ વિના વાહન ચલાવનારને 5 હજાર રૂપિયાનો દંડ થશે. સીટ બેલ્ટ ન પહેરવા પર 100ના બદલે 1 હજારનો દંડ થશે. ડ્રાઈવિંગ કરતી વખતે ફોન પર વાત કરવા બદલ 5 હજાર રૂપિયાનો દંડ થશે.

READ  TV9 સ્પેશિયલ: નવો ટ્રાફિક નિયમ તો લાગુ થઈ ગયો પણ સરકારી બસ રામ ભરોસે! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મહત્વનું છે કે દેશમાં દર વર્ષે અનેક લોકો અકસ્માતમાં જીવ ગુમાવે છે, જેથી ટ્રાફિક નિયમનું પાલન થાય તે આપણા સૌના માટે જરૂરી છે. તેમ છતાં જો તમે નિયમનું ઉલ્લંઘન કરશો તો તોતિંગ દંડ ભરવા તૈયાર રહેજો.

[yop_poll id=”1″]

FB Comments