પુલવામા આતંકી હુમલા બાદ આ DMને આવ્યો ગુસ્સો અને છુટા કર્યા એવા આદેશો કે સેંકડો પાકિસ્તાનીઓએ દેશ છોડી તાત્કાલિક ભાગવું પડશે

પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ છે. તમામ લોકોનો ગુસ્સો પાકિસ્તાન જ નહીં, પણ તેના નાગરિકો સામે પણ ફૂટી રહ્યો છે.

 

બૉલીવુડે તો પાકિસ્તાની કલાકારો અને અભિનેતાઓ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આવું જ એક પગલું બીકાનેર વહીવટી તંત્રે ભર્યું છે, કારણ કે પુલવામા હુમલામાં માર્યા ગયેલા શહીદોમાં રાજસ્થાનના પણ સપૂતો છે. તેથી રાજસ્થાનમાં પણ ભારે રોષ છે.

READ  શું આપ જાણો છો કે અલગ કાશ્મીર અને પાકિસ્તાન રાગ આલાપતા અલગતાવાદી નેતાઓ પર સરકારે કેટલા રૂપિયા ખર્ચ્યા ?

રાજસ્થાનના બીકાનેર જિલ્લા અધિકારી કુમાર પાલ ગૌતમે પુલવામા આતંકી હુમલા બાદ આદેશોની એક યાદી જાહેર કરી છે. આ આદેશો IPCની કલમ 144 હેઠળ તાત્કાલિક લાગુ કરી દેવાયા છે. આ આદેશોમાં એક કડક આદેશ આ પણ છે કે બીકાનેરમાં રહેતા પાકિસ્તાની નાગરિકો 48 કલાકની અંદર બીકાનેર જિલ્લો છોડી દે.

આ સાથે જ DM કુમાર પાલ ગૌતમે બીકાનેર સરહદી વિસ્તારમાં બનેલી હોટેલોમાં પાકિસ્તાની નાગરિકોના રોકાવા, તેમને આશ્રય આપવા ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ડીએમનો આ આદેશ આગામી બે મહિના સુધી લાગુ રહેશે.

READ  VIDEO: તીડથી ત્રાસી ગયેલા ખેડૂતો માટે રાહતના સમાચાર

[yop_poll id=1583]

Oops, something went wrong.
FB Comments