પુલવામા હુમલાનો બદલો લેવાનું ચાલું, આજે ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા, તો દેશનો પણ એક વીર જવાન થયો શહીદ

પુલવામા હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ પર સુરક્ષા જવાનો દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે કુલગામમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં ત્રણ આતંકી ઠાર મરવામાં આવ્યા છે. ઘટનામાં આર્મીના મેજર સહિત બે જવાન ઘાયલ થયા છે.  જ્યારે જમ્મુ કાશ્મીરના DSP અમન ઠાકુર શહીદ થયાનું જાણવા મળ્યું છે.

સીઆરપીએફ અને સેનાની એક સંયુક્ત ટીમે તૂરીગામમાં ગુપ્તચપ ઇનપુટ બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષાદળને સૂચના મળી હતી કે 2થી 3 આતંકી આ વિસ્તારમાં છૂપાયેલા છે. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબમાં સેનાએ પણ ફાયરિંગ કર્યું. જે 3 આતંકી ઠાર થયા છે તેમાંથી 2 વિદેશી અને 1 સ્થાનીક આતંકી છે.

જેમાં આ અથડામણમાં એસઓજીના ડીએસપી અમન કુમાર શહીદ થયા છે. અમન ઠાકુરના બોડીગાર્ડ પણ આ અથડામણમાં ઘાયલ થયા હતા. જ્યારે અન્ય એક મેજર, એક જવાન પણ ઘાયલ થયા હતા. કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઘાટીના વિસ્તારમાં ભારે સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી. તેમજ સેના દ્વારા આતંકવાદીઓને ડામવા માટે અલગ-અલગ મિશન પણ શરૂ કરવામાં આવ્યા છે.

READ  પુલવામા હુમલા પછી અજીત ડોભાલે પહેલી વખત પાકિસ્તાનને આપી કડક ચેતવણી, ભારત તેને ભૂલ્યું નથી અને ભૂલશે નહીં

આ પણ વાંચો : કુંભ મેળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઈ કર્મચારીઓનું કર્યું સમ્માન, તમે પણ જોઇને પ્રશંસા કરશો

ઘાટી વિસ્તારમાં લગભગ 60 જેટલા સક્રિય આતંકવાદીઓ સંતાઇને બેઠા છે. જેમાંથી 35 આતંકવાદીઓ પાકિસ્તાની છે. આ આંતકવાદીઓને પકડી-પકડીને મારવા માટે સેના દ્વારા ઓપરેશન-60 ચલાવવામાં આવી રહ્યું છે. આ પહેલા સેના દ્વારા ઓપરેશન-25 પણ ચલાવવામાં આવ્યું હતું કે જે સફળ રીતે પૂર્ણ થયું હતું.

READ  નહીં સુધરે પાકિસ્તાન, CRPF પર પુલવામાં બાદ થયો મોટો હુમલો

[yop_poll id=1771]

FB Comments