છેલ્લા 24 કલાકમાં ઝડપથી બદલાઈ કાશ્મીર ઘાટીની સ્થિતિ,દિલ્હીમાં બેઠકો અને કાશ્મીરમાં સુરક્ષા જવાનો હાઇએલર્ટ પર, શું કંઈક મોટું થવાના સંકેત ?

પુલવામા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર તરફથી છેલ્લા 24 કલાકમાં ઝડપથી પરિસ્થિતિ બદલાઈ રહી છે. જે જોતાં આગામી દિવસોમાં કાશ્મીર ઘાટીમાં મોટી અને નિર્ણાયક કાર્યવાહી થવાના સંકેત મળી રહ્યા છે. કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં અલગતાવાદી નેતાઓની ધરપકડ અને તેમની સુરક્ષા પાછી ખેંચી લેવાના નિર્ણય બાદથી જ કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઈ હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે.

આ તરફ ત્રણ દશકોમાં પહેલી વખત કાશ્મીરમાં આ પ્રકારની કાર્યવાહી જોવા મળી રહી છે. જ્યારે બીજી તરફ આતંરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતને સંપૂર્ણ સ્પોર્ટ મળી રહ્યો છે. આ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહી દીધું કે પરિસ્થિતી નાજુક છે અને ભારત કંઇક મોટુ કરવા અંગે વિચારી રહ્યા છે. ચીન, રશિયા અને અમેરિકા સહિતના દેશો પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ ઘટે તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

READ  VIDEO: જસદણ ભાજપના બે મોટા નેતાઓ વચ્ચે આંતરિક વિવાદનો મામલો, બંન્ને નેતાએ કોઈ વિવાદ ન હોવાનો કર્યો દાવો

કલમ 35A પર સરકારનો મોટો દાવ

એક અહેવાલ પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે, મોદી સરકાર લોકસભાની ચૂંટણી પહેલાં કલમ 35A પર કોઈ પણ કડક પગલાં ભરી શકે છે. 35A અંગે સરકાર અધ્યાદેશ પણ લાવી શકે છે. 1954માં આ કલમને 370 હેઠળ અપાયેલા અધિકારો અંતર્ગત જ જોડવામાં આવ્યા હતા. કલમ 370 હટાવવું ભાજપનું હંમેશાથી સ્ટેન્ડ પણ રહ્યું છે.

આ પણ વાંચો : વિમાન હાઈજેકની ધમકી ભર્યો ફોન આવ્યા બાદ અમદાવાદ સહિત દેશભરના તમામ એરપોર્ટ પર હાઈએલર્ટ

કાશ્મીર ઘાટીમાં હાઇએલર્ટ

છેલ્લા થોડાં દિવસોથી સમગ્ર કાશ્મીરમાં હાઇએલર્ટ આપવામાં આવ્યું છે. શુક્રવારે મોડી સાંજે ગૃહમંત્રાલયે કાશ્મીરમાં તત્કાલિક કેન્દ્રીય સશસ્ત્ર ફોર્સ (CAPF)ની 100 વધારાની કંપનીઓને રવાના કરવાનો આદેશ આપ્યો છે. જે હાલના વર્ષોની સૌથી અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થાની તૈયારી દર્શાવી રહ્યું છે.

READ  VIDEO: યુવકે મોબાઈલની ચોરી કરી અને ટોળાએ જાહેરમાં વાળ પકડીને માર માર્યો

આ પણ વાંચો : પાકિસ્તાન પર કડક પગલાં ભરવાની તૈયારીઓ શરૂ ?, ત્રણેય સેનાના પ્રમુખ સાથે રક્ષામંત્રી કરશે બેઠક

જવાનોની રજા પણ રદ્દ

હાલની સ્થિતિને જોતાં કાશ્મીરમાં રહેલાં તમામ જવાનોની રજા રદ્દ કરવામાં આવી છે. તેમજ તમામ જવાનોને ટૂંકી નોટિસ પર કાશ્મીરમાં કુચ કરવા માટે એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. 100 કંપનીઓને કાશ્મીર રવાના કરવાનો અભૂતપૂર્વ કાર્ય કયારેય કરવામાં આવ્યું નથી. નોંધનીય છે કે એક કંપનીમાં 100 થી 120 જવાનો હોય છે. જેમને કાશ્મી માટે એલર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : PM મોદીની ગર્જના, ‘આ વખતે સૌનો હિસાબ થશે અને હિસાબ પૂરો થશે’, ઇમરાનને પોતાની જાતને ‘પઠાણનો દીકરો’ સાબિત કરવાનો ફેંક્યો પડકાર

જરૂરી સામાનનો એકત્ર કરવાનો આદેશ

કોઈ પણ સ્થિતિમાં જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય લોકોને તકલીફ ન થાય તે માટે જરૂરી દવાઓ અને અનાજ કરિયાણાનો પણ પૂરતો સ્ટોક કરી દેવા માટે આદેશ આપ્યો છે. જેના માટે સ્થાનિક પ્રશાસન તરફથી નિર્દેશ બહાર પાડવામાં આવ્યો છે. આ તરફ ગુપ્તચર વિભાગે પણ સમગ્ર ખીણમાં કોઇ પણ અફવા ન ફેલાઈ તેની પણ કાળજી રાખી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર વિભાગ સતત એકબીજાનો સંપર્ક બનાવી રહ્યું છે.

READ  VIDEO: મુશર્રફે માન્યું કે ઓસામા બિન જેવા આતંકીઓ પાકિસ્તાનના હીરો હતા

ક્યાં કોને એલર્ટ કરવામાં આવ્યા

LoC પર સેનાના જવાનો
ઇન્ટરનેશનલ બોર્ડર પર BSFનાં જવાનો
જમ્મુ કાશ્મીર અંદર-CRPFનાં જવાનો

[yop_poll id=1744]

Top 9 Metro News Of The Day : 07-04-2020 | Tv9GujaratiNews

FB Comments