વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં ક્યાં કાયદાઓ થશે લાગુ અને ક્યાં કાયદાઓનો આવશે અંત!

કાશ્મીરને લઈને વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં મોટી વાત કરી છે. કાશ્મીરમાં વિવિધ કાયદાઓનો પણ મોદી દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ લોકોને સંબોધન કરીને વિશ્વાસ અપાવ્યો કે ફરીથી મુખ્યમંત્રી, પોતાના જ નેતાઓ જમ્મુ કાશ્મીરના લોકો ચૂંટી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ક્યાં ક્યાં કાયદાઓની વાત કરી વડાપ્રધાન મોદીએ? 

દેશમાં અન્ય જગ્યાએ દલિતો પર અત્યાચાર રોકવા માટે સખ્ત કાનૂન લાગુ કરવામાં આવ્યા છે પણ જમ્મુ કાશ્મીરમાં આવા કાનૂન લાગુ જ નથી થઈ શક્યા. દેશના અન્ય રાજ્યોમાં સફાઈ કર્મચારી એક્ટ લાગુ છે પણ જમ્મુ કાશ્મીરમાં સફાઈ કર્મચારીઓ આ એક્ટથી વંચિત હતા. દેશમાં કોઈપણ સરકાર હોય તે દેશહિતમાં જ કાનૂન બનાવીને કામ કરતી હોય છે.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવારમાં કેટલા છે સભ્યો? જાણો કોણ શું કરે છે? જુઓ VIDEO

આ પણ વાંચો:  વિરાટ કોહલીનો એક એવો VIDEO જેમાં જોઈ શકાશે છે કે કેવી રીતે 3 વર્ષમાં વધી વિરાટની તાકાત!

માઈનોરિટી એક્ટ અંગે પણ વડાપ્રધાને મોદીએ વાત કરી હતી કે ભારતમાં તો તે લાગુ થઈ ગયો છે પણ જમ્મુ કાશ્મીરમાં લાગુ થઈ શક્યો નથી.  હવે કેન્દ્રશાસિત પ્રદેશના દરજ્જાથી માઈનોરીટી એક્ટ પણ જમ્મુ કાશ્મીરમાં લાગુ થઈ જશે.  વડાપ્રધાન મોદીએ વેતનને લઈને કાયદાની પણ વાત કરી હતી  અને પોતાના સંદેશમાં કહ્યું હતું જે કાયદો ભારતમાં લાગુ છે અને ઓછામાં ઓછું વેતન જે આપવું જોઈએ તેનો લોકોને અધિકાર આપે છે તેને પણ જમ્મુ કાશ્મીરમાં લાગુ કરી દેવાશે.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમિયાધામનું ભૂમિપૂજન કર્યું, શું છે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનની ખાસિયતો ?

બાળવિવાહના કાયદા પણ કાશ્મીરના વિશેષ દરજ્જાને લઈને જમ્મુ કાશ્મીરમાં લાગુ કરી શકાયો નથી. ગૃહમંત્રી અમિત શાહે પણ આ મુદ્દાને સંસદમાં ઉઠાવ્યો હતો. બાળવિવાહનો કાયદો હવે કેન્દ્રશાસિત પ્રદેશ બની જવાથી જમ્મુ કાશ્મીરમાં લાગુ થઈ જશે.  આ સિવાય વડાપ્રધાન મોદીએ કહ્યું કે બાળકોનો શું વાંક?  શિક્ષણના જે કાયદો ભારતમાં લાગુ હતો તે જમ્મુ કાશ્મીરમાં લાગુ થશે.

READ  જમ્મુ કાશ્મીરની ખોટી ખબરો ફેલાવતા 8 ટ્વીટર એકાઉન્ટને સસ્પેન્ડ કરવા ગૃહ મંત્રાલયની ભલામણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ મોદીએ એવા તમામ દેશહિતના કાયદાઓ વિશે વાત કરીને કહ્યું કે જે ભારતમાં તો લાગુ થઈ ગયા હતા પણ જમ્મુ કાશ્મીરમાં વિશેષ દરજ્જો આપતી કલમ 370ના લીધે લાગુ કરી શકાયા નહોતા અને તેના લીધે ત્યાંના લોકોને સહન કરવું પડતું હતું. વડાપ્રધાન મોદીએ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના યુવાનોને અપીલ કરી છે કે તેઓ આગળ આવે અને પોતાના ક્ષેત્રની કમાન પોતે જ સંભાળે.

 

FB Comments