જમ્મુ કાશ્મીરમાં 7 મહિના બાદ હટ્યો સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ, જાણો ક્યા સુધી રહેશે છૂટ?

social-media-ban-lifted-in-kashmir-can-access-internet-on-2g

જમ્મુ કાશ્મીરમાં 7 મહિના બાદ લોકોને રાહત મળી છે અને સરકારે સોશિયલ મીડિયા સાઈટસનો ઉપયોગ કરવાની પરવાનગી આપી છે. સોશિયલ મીડિયા પર 7 મહિનાથી લાગેલા પ્રતિબંધને જમ્મુ કાશ્મીરમાં હટાવી લેવાયો છે. 2જી સેવા અને ફિકસ્ડ લાઈન ઈન્ટરનેટ સેવા પર લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે. ઉલ્લેખનીય છે કે પ્રશાસને 17 માર્ચ સુધી સોશિયલ મીડિયા સાઈટસનો ઉપયોગ કરવાનો પરવાનો આપી દીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહાશિવરાત્રી: સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી

after-seven-months-jammu-kashmir-social-media-blockade-lifted

આ પણ વાંચો :   જાણો ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી હવામાને વિભાગે કરી?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

17 માર્ચ બાદ સરકાર ઈચ્છે તો રિન્યૂ કરશે અને લોકો વધુ સમય માટે સોશિયલ મીડિયા વેબસાઈટનો ઉપયોગ કરી શકશે. આ સેવા ફક્ત પોસ્ટ પેઈડ સીમકાર્ડ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે અને જેની પાસે પ્રી-પ્રેઈડ સીમકાર્ડ હોય તેને વેરિફિકેશન કરાવવાનું રહેશે અને તે બાદ જ સેવા બહાલ કરવામાં આવશે. જમ્મુ કાશ્મીર 2જી ઈન્ટરનેટ સેવા જ ઉપયોગમાં લઈ શકાય છે. કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. તે બાદ સુરક્ષાના કારણોસર સરકારે ત્યાં પ્રતિબંધ મુક્યા છે.

READ  NDDB દ્વારા પોષણ જાગૃતિ અભિયાનનો પ્રારંભ, 5 દિવસ સુધી લોકોને માહિતગાર કરાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જમ્મુ કાશ્મીરમાં નેતાઓને પણ નજરબંદ રાખવામાં આવ્યા છે. જેના લીધે અનિશ્ચિતકાલીન સુધી પંચાયતની ચૂંટણી ટાળી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા સરકારે જમ્મુ કાશ્મીર અને લદાખ એમ બે ભાગ પાડી દીધા છે. બંનેને અલગ અલગ રીતે કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.

READ  રાજસ્થાન: બાળકોની મોતના મામલા પર DyCM સચિન પાયલટના CM ગેહલોત પર પ્રહાર, કહ્યું જવાબદારીથી બચી ના શકો

 

Oops, something went wrong.
FB Comments