Sick Leave, Casual Leave બાદ હવે શરૂ થઈ ગઈ ‘Love Leave’, બૉયફ્રેન્ડ કે હસબન્ડ સાથે ‘પ્રેમ’ કરવા Single Womenને મળી રહી છે રજાઓ

જો કામ કરવાની સાથે ઓફિસમાંથી પોતાના સાથીદારની સાથે સમય વિતાવવા માટે અલગથી રજા મળે તો કેવું લાગે! આ ઘટના બની રહી છે અને અમુક કંપનીઓ પોતાના કર્મચારીઓને વર્ષમાં એક વાર પ્રેમ કરવા માટે અલગથી રજા પણ આપી રહી છે.

 

પ્રેમ કરવા જવું હોય અને પોતાના પાર્ટનર સાથે વધારો સમય વિતાવવો હોય તેવા કિસ્સામાં ચીનમાં રજાઓ આપવામાં આવે છે. આ રજાને ‘લવલીવ’ના નામથી ઓળખવામાં આવે છે. ચીનમાં આવેલી કંપનીઓમાં બાબતે ચલણ જોવા મળી રહ્યું અને 8 દિવસ સુધીની રજાનો સમાવેશ કંપનીઓ ‘લવલીવ’ના નામે કરી રહી છે.

READ  VIRAL કેટલું રીઅલ ? શું જવાહરલાલ નહેરુ 'અકસ્માતે હિન્દુ' હતા ?

 

આ રજા આપવાનું કારણ સાંભળીને પણ તમને નવાઈ લાગશે કે ચીનમાં લોકો મોટાભાગનો સમય પોતાની ઓફિસમાં જ વિતાવે છે અને કામ કરે છે. આમ ઓફિસ દ્વારા એવું માનવામાં આવી રહ્યું છે કે કામના બોજાના લીધે તેઓ સરખી રીતે પોતાના પાર્ટનર સાથે સમય વિતાવી શકતા નથી. તેથી કંપનીઓ દ્વારા ‘લવલીવ’નો અનોખો પ્રયોગ પોતાના કર્મચારીઓ માટે કરવામાં આવ્યો છે.

READ  આતંકીઓની ઘૂસણખોરી બનાવી નિષ્ફળઃ ભારતીય સેનાના જાંબાઝ જવાનોએ POKમાં આતંકી અડ્ડાઓનો કર્યો સફાયો

ચીનમાં ખાસ કરીને પૂર્વ ચાઈનામાં હોંગઝાઉની 2 કંપનીઓ ખાસ કરીને મહિલા કર્મચારીઓને વિશેષ લીવ આપી રહી છે. આ રજાઓ વર્ષ દરમિયાન એક વખત આપવામાં આવે છે.

[yop_poll id=939]

Oops, something went wrong.
FB Comments