સોનાલી, ઈરફાન બાદ આ દિગ્ગજ અભિનેત્રીને ત્રીજા સ્ટેજનું કેન્સર, સોશિયલ મીડિયા પર આપી જાણકારી!

After Irrfan & Sonali, Now Actress Nafisa Ali diagnosed with cancer
After Irrfan & Sonali, Now Actress Nafisa Ali diagnosed with cancer

બૉલિવૂડમાં હમણાં હમણાં એક પછી એક ફેન્સ માટે દુઃખદ સમાચાર આવી રહ્યાં છે. સોનાલી બેન્દ્રે હાલ તેના કેન્સરના ઈલાજ માટે ન્યૂયોર્કમાં છે, તો ઈરફાન ખાન અને ઋષિ કપૂર પણ આ દિવસોમાં વિદેશમાં પોતાની બીમારીનો ઈલાજ કરાવી રહ્યાં છે. અને હવે વધુ એક બૉલિવૂડ એક્ટ્રેસે કેન્સરની બીમારીની જાહેરાત કરી છે.

https://www.instagram.com/p/BqSDtsZhcFW/

READ  Now garbage bins automatically to inform civic authority when it is full-Tv9 Gujarati

હાલમાં જ એક્ટ્રેસ નફીસા અલીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો જેમાં તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે જોવા મળ્યાં. આ ફોટોની સાથે નફીસા અલીએ લખ્યું કે,
“મને ત્રીજા ચરણનું કેન્સર છે તેવું માલૂમ પડ્યું છે. મારી આ ખાસ મિત્ર મને મળી અને તેણે મને કેન્સર સામે લડવા માટે શુભેચ્છા આપી છે.”

નફીસા અલી વર્ષ 1976માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી ચૂક્યા છે. તે સિવાય ફિલ્મોની વાત કરીએ તો અમિતાભ બચ્ચન સાથે મેજર સાબ, યમલા પગલા દીવાના, લાઈફ ઈન અ મેટ્રો તેમજ સાહેબ બીવી ઔર ગેંગસ્ટર 3માં જોવા મળ્યા છે.

FB Comments