લોકસભામાં સભ્ય તરીકે શપથ લીધા પછી રાહુલ ગાંધીએ કર્યુ કંઈક એવું કે રક્ષા મંત્રી સહિત ઘણાં અધિકારીઓએ આપ્યા આ સંકેત

17મી લોકસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે. તેના પ્રથમ દિવસે વડાપ્રધાન મોદી સહિત નવા ચૂંટાયેલા સભ્યોને લોકસભાની સભ્યતાની શપથ લીધી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ચોથી વખત લોકસભામાં સભ્યતાની શપથ લીધી છે.

રાહુલ ગાંધી શપથ લીધા પછી રજિસ્ટર પર હસ્તાક્ષર કરવાનું ભૂલી ગયા અને તેમની સીટ પર જતા હતા ત્યારે ઘણાં અધિકારીઓ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય સાંસદોએ તેમને હસ્તાક્ષર કરવા માટે સંકેત આપ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધી પાછા આવ્યા અને હસ્તાક્ષર કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાહુલ ગાંધી વાયનાડ સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. જ્યારે અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે 55 હજાર મતોથી હારી ગયા હતા. રાહુલ ગાંધીએ અંગ્રેજીમાં શપથ લીધી હતી. તેઓ લંચ ટાઈમ પછી સાંસદમાં આવ્યા હતા. હસ્તાક્ષર કર્યા પછી તે તેમની સીટ પર જઈને બેસી ગયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

https://twitter.com/RahulGandhi/status/1140546699644952577

શપથ લીધા પહેલા તેમને ટ્વિટ પણ કર્યુ હતું. તેમને ટ્વિટ કરીને કહ્યું કે લોકસભાના સભ્ય તરીકે આજથી કાર્યકાળ શરૂ થઈ રહ્યો છે. હું કેરળના વાયનાડનું પ્રતિનિધિત્વ કરતા શપથ લઈને સાંસદમાં નવી શરૂઆત કરીશ. હું ભારતના બંધારણ પ્રત્યે સાચી નિષ્ઠા અને વિશ્વાસ રાખીશ. લોકસભામાં રાહુલ ગાંધી તેમના માતા સોનિયા ગાંધીની સાથે બેઠા હતા.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ તેમના નિર્ણયથી લોકોને ફરી ચોંકાવી દીધા, લોકસભાના નવા સ્પીકર ભાજપના સાંસદ ઓમ બિડલા હશે

 

News Headlines From Ahmedabad : 22-07-2019 |Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

વડાપ્રધાન મોદીએ તેમના નિર્ણયથી લોકોને ફરી ચોંકાવી દીધા, લોકસભાના નવા સ્પીકર ભાજપના સાંસદ ઓમ બિડલા હશે

Read Next

ગીર સોમનાથના થોરડી નજીક શાંગાવાડી નદીમાં આવ્યું પૂર, ગીર જંગલમાં વધુ વરસાદથી આવ્યું પૂર, જુઓ આ VIDEO

WhatsApp પર સમાચાર