લોકસભા બેઠક અમરેલીથી હાર બાદ પરેશ ધાનાણીના TWEET શરૂ કર્યો વિવાદ, ભાજપ પ્રવક્તાએ કહ્યું કે કુવિચારો ભર્યા છે

લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કરેલા વિવાદાસ્પદ ટ્વીટ પર ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ વળતો પ્રહાર કર્યો અને કોંગ્રેસના નેતાઓના મગજમાં કુવિચારો ભર્યા હોવાનું કહ્યું. સાથે જ કોંગ્રેસ હાર પચાવતી અને પ્રજાનું અપમાન કરે છે. ભરત પંડ્યાએ કોંગ્રેસ નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વથી પીડાય રહી હોવાનું કહી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમજ પરેશ ધાનાણી પરિણામ આવ્યા બાદ હતાશા અને નિરાશામાં ઝેરી ઇંજેક્શનના નિવેદન કરતા હોવાનું જણાવ્યું,

આ પણ વાંચોઃ ભાજપને એક તરફ જંગી બહુમત મળ્યો અને બીજી તરફ શેર બજારમાં તેજી જોવા મળી, છેલ્લા બે મહિનામાં સૌથી મોટો ઉછાળો

 

સાથે જ કોંગ્રેસને વિધાનસભા અને લોકસભામાં જનતાએ જવાબ આપી દીધો છે અને કોંગ્રેસ તમામ મોરચે નિષ્ફળ નિવડી હોવાનું કહી પેરશ ધાનાણીના ટ્વીટનો ભરત પંડ્યાએ જવાબ આપ્યો હતો. મહત્વનું છે કે પરેશ ધાનાણીએ પરિણામ બાદ વિવાદિત ટ્વીટ કર્યું હતું. જેમાં દંભી રાષ્ટ્રવાદના ઝેરી ઈંજેક્શનથી વડાપ્રધાને માણસના મગજને મૂર્છિત કર્યા હોવાનું કહ્યું હતું.

Ahmedabad: Waterlogging and garbage bring diseases along| TV9GujaratiNews

FB Comments

Shyam Maru

Read Previous

ભાજપને એક તરફ જંગી બહુમત મળ્યો અને બીજી તરફ શેર બજારમાં તેજી જોવા મળી, છેલ્લા બે મહિનામાં સૌથી મોટો ઉછાળો

Read Next

લોકસભાની ચૂંટણીમાં હાર મળતા ઉત્તર પ્રદેશની આ પાર્ટીએ પોતાના તમામ પ્રવક્તાઓને હટાવી દીધા

WhatsApp પર સમાચાર