
ICCમાં વિશ્વ કપ 2019માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે રમાયેલા રોમાંચક મુકાબલામાં મેદાન પર મુશ્કેલીમાં મુકી દે તેવો નજારો જોવા મળ્યો હતો. છેલ્લી ઓવરમાં પાકિસ્તાને અફગાનિસ્તાનને 3 વિકેટથી હરાવ્યુ હતુ. ત્યારે બંને ટીમોના સમર્થક પિચ સુધી પહોંચી ગયા અને બંને વચ્ચે અથડામણ થઈ હતી.
Kindly impose ban on Afghanistani fans to come at cricket stadium. These losers are harmful for huminity. pic.twitter.com/oLuOtDgN4Z
— 𝑺𝑨𝑸𝑰𝑩 𝑸𝑼𝑹𝑬𝑺𝑯𝑰 🇵🇰 (@MSQ_SS) June 29, 2019
આ દરમિયાન ઘણા અફઘાનિસ્તાનના સમર્થકો મેચમાં જીત મેળવનારા પાકિસ્તાની ટીમના બેટસમેનની સાથે મારપીટ કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાથી જોડાયેલો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય કે ICCના સુરક્ષા ગાર્ડે સમર્થકને ઘેરી રાખ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પાકિસ્તાનની જીત પછી ઝડપથી પ્રશંસક પિચ પર દોડ્યા હતા. સુરક્ષા ગાર્ડ સમર્થકો સામે મેદાન પર દોડ્યો અને તેની પર કાબૂ મેળવ્યો, તે દરમિયાન સમર્થકો અને અફઘાનિસ્તાનના ખેલાડીઓની વચ્ચે ધક્કા-મુક્કી થઈ ગઈ હતી. એક અફઘાનિસ્તાનના ખેલાડીને ગરદન પર ઈજા થઈ હતી.
These Afghani’s need to be thrown out of the UK. Disgusting behaviour with Pakistan Cricket Team fans. #CWC19 #PAKvAFG pic.twitter.com/NbbxAbZfye
— Syed Raza Mehdi (@SyedRezaMehdi) June 29, 2019
ત્યારે સ્ટેડિયમાં પણ સમર્થકો એક બીજા સામે ઝઘડો કરવા લાગ્યા હતા. પાણીની બોટલો, ખુરશીઓ પણ ફેંકવા લાગ્યા હતા. તે દરમિયાન સુરક્ષા નામની કોઈ વસ્તુ જોવા મળી ન હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
ઉલ્લેખનીય છે કે મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને 3 વિકેટથી હરાવી હતી. અફઘાનિસ્તાને પાકિસ્તાનને 228 રનનું લક્ષ્ય આપ્યુ હતુ. પાકિસ્તાનને તેને 49.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.
આ પણ વાંચો: 27 વર્ષ પહેલા જ ભારતીય ટીમની ટી-શર્ટ કેસરી રંગની બની શકતી હતી પણ આ કારણે પસંદ કરવામાં આવ્યો બ્લુ રંગ