રેલ્વે યાત્રીઓ માટે ખુશખબર! IRCTC અમદાવાદ-મુંબઈ અને દિલ્હી-લખનૌ વચ્ચે તેજસ ટ્રેન ચલાવશે

રેલ્વે દિલ્હી-લખનઉ અને અમદાવાદ-મુંબઈ વચ્ચે તેજસ ટ્રેનોને ભારતીય રેલ્વે ટૂરિઝમ એન્ડ કેટરિંગ સર્વિસને સોંપશે. ખાનગી કંપનીઓ દ્વારા કેટલીક ટ્રેનો ચલાવવાની યોજના બને તે પહેલાં રેલ્વેએ એક પરીક્ષણ તરીકે આ પગલું ભર્યું હતું. આ ટ્રેનોમાં રેલ્વે તેના ડ્રાઇવરો અને ગાર્ડ પ્રદાન કરશે.આ ટ્રેનોમાં IRCTCને ભાડા નક્કી કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાયલોટ પ્રોજેક્ટ તરીકે રેલ્વેએ આ પગલું ભર્યું છે. IRCTCને આ ટ્રેનોનું સંચાલન 3 વર્ષ માટે આપવામાં આવ્યું છે. આ સમય દરમિયાન આ ટ્રેનોમાં કોઈ છૂટ, સુવિધા કે ડ્યુટી પાસ આપવામાં આવશે નહીં. આ ટ્રેનોની ટિકિટ પણ રેલ્વે સ્ટાફ દ્વારા તપાસવામાં આવશે નહીં. જો કે, આ ટ્રેનોને રેલ્વે દ્વારા વિશેષ નંબર આપવામાં આવશે અને તેમને રેલવેના ડ્રાઇવર, ગાર્ડ અને સ્ટેશન માસ્ટર આપવામાં આવશે. આ ટ્રેનોની સેવાઓ શતાબ્દી ટ્રેનો જેવી જ રહેશે અને તેમને એ જ રીતે પ્રાધાન્ય આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિદેશમાં જઈ રૂપિયા કમાવાના સપના જોતા લોકો ચેતજો, ગુજરાતી યુવકને કેન્યામાં બંધક બનાવીને માગી લાખો રૂપિયાની ખંડણી

મુસાફરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પૂરી પાડવા માટે રેલવેએ તેમની 100-દિવસીય યોજનામાં ટ્રેનોને ખાનગી હાથમાં સોંપવાના પગલામાં સમાવેશ કર્યો છે. તેજસ ટ્રેનોને IRCTCને સોંપવી એ આ દિશામાં પ્રથમ પગલું છે. IRCTCને અંદર અને બહાર ટ્રેનોની જાહેરાત, બ્રાંડિંગ અને બદલાવ કરવાનો પણ અધિકાર હશે. જો કે, તેમણે આ સમયગાળા દરમિયાન માળખાકીય સુરક્ષાની કાળજી લેવી પડશે. IRCTC પાસે ટિકિટ માટે 1 વર્ષ માટે રેલ્વેના વેબ પોર્ટલનો ઉપયોગ કરવાનો અધિકાર રહેશે. આ બંને ટ્રેનોનો નફો અલગથી નોંધવામાં આવશે. આ સાથે IRCTCએ પોતાની ટિકિટિંગ સિસ્ટમ બનાવવી પડશે.

READ  શિખર ધવન પરિવાર સાથે ક્રિકેટ રમતાં નજરે પડ્યા, વાઈરલ થયો વીડિયો

આ પણ વાંચો: ગુજરાતના બજારમાં ચણાના શું રહ્યા ભાવ, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments