વેલેન્ટાઈન ડેના દિવસે જો તમે એકલા હોવ અને તમારા જીવનમાં કોઇ પ્રેમી કે પ્રેમિકા નથી તો આ ચાની ટપરીની મુલાકાત જરૂરથી લો

આમ તો વેલેન્ટાઈન ડે પ્રેમી યુગલોનો દિવસ છે. અને હવે તેના માટે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ઘણાં યુવકો અને યુવતીઓ છે જેમના જીવનમાં હજી કોઈ પ્રેમને માણવા માટે જરૂરી વ્યક્તિ આવી નથી. આ વેલેન્ટાઈન ડે પર તમે એકલાં હોય તો તમારી એકલતાને શેર કરવા માટે અમદાવાદની આ ચાની કીટલીની જરૂરથી મુલાકાત લઈ શકો છો.

અહીં તમારી એકલતાં તો દૂર થશે જ પરંતુ યુવક-યુવતીઓ માટે એકલતાં દૂર કરવાની સાથે જ મફતમાં ચા પીવડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોણ છે ચાની શોપનો ઓનર ? 

વર્ષ 2017માં માત્ર રૂ. 8 હજારના રોકાણથી પ્રફુલ બિલ્લોરે નામના યુવાને એક ચાની ટપરી શરૂ કરી હતી. આજે વસ્ત્રાપુર પાસે તેની MBA ચાયવાલા નામની નાની શોપ છે. જે આમ તો અમદાવાદમાં ઘણી પ્રખ્યાત છે. પરંતુ આ વખતે વેલેન્ટાઇન ડેના દિવસે લોકોને ગિફ્ટ આપવાનું નક્કી કર્યું છે. જેમાં જે લોકો આ દિવસે એકલા હશે તેમને વેલેન્ટાઇનના ડે પર મફતમાં ચા પીવડાવવામાં આવશે.

વેલેન્ટાઇન ડેના દિવસે જો મધુર સાંજે કોઇ ખાસ આયોજન નથી કર્યું તો તમે આ ચાવાળાને ત્યાં સાંજે 7થી 10 દરમિયાન પહોંચી શકો છે. જ્યાં તમને ફ્રીમાં ચા મળશે અને તમારી એકલતાં દૂર કરી શકશો.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ કેમ બાળકોની માંગી માફી ?,જો કે એક બાળકીએ જે જવાબ આપ્યો તે સાંભળીને મોદી પણ પોતાનું હસવું રોકી ન શકય, જુઓ વાયરલ વીડિયો

શા માટે આવ્યો આવો વિચાર ? 

આ પાછળ પ્રફુલ એવું કારણ આપી રહ્યો છે કે, તેનું ગર્લફ્રેન્ડ સાથે બ્રેક-અપ થયું ત્યાર બાદ એકલતાં અનુભવી રહ્યો હતો. જેથી તેને વિચાર કર્યો કે જેમનું બ્રેકઅપ થયું છે અને જેઓ સિંગલ છે તેમની એકલતાં દૂર કરવા માટે ખાસ આયોજન થવું જોઇએ. આથી તેણે સિંગલ લોકોનો વેલેન્ટાઈન ડે ખાસ બનાવવા માટે નવતર પ્રયોગ વિચાર કર્યો. આથી લોકોને ફ્રી ચા પીવડાવી તેમની એકલતાં દૂર કરવાનો વિચાર કર્યો છે.

FB Comments

TV9 Web Desk6

Read Previous

વડાપ્રધાન મોદીએ કેમ બાળકોની માંગી માફી ?,જો કે એક બાળકીએ જે જવાબ આપ્યો તે સાંભળીને મોદી પણ પોતાનું હસવું રોકી ન શકય, જુઓ વાયરલ વીડિયો

Read Next

અમદાવાદનો રસપ્રદ કિસ્સો! વાળંદે વાળ કાપીને માગ્યા 20 રુપિયા અને આ વિદેશીએ આપી દીધા 30 હજાર

WhatsApp પર સમાચાર