પિતા અહેમદ પટેલ રાજ્યસભામાં છે ત્યાં સુધી હું લોકસભા જવા માંગતો નથી, હું કોંગ્રેસને મજબૂત કરીશ: ફૈઝલ પટેલ

ભરૂચ વિધાનસભા કોંગ્રેસનું કાર્યકર સંમેલન યોજાયુ હતું. જેમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ હાજર રહ્યા હતા. ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા અંગે ચાલી રહેલી વાતનો ફૈઝલ પટેલે રદિયો આપ્યો હતો અને ચૂંટણી લડવાની વાતને નકારી કાઢી હતી.

લોકસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરુ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં ભરૂચ વિધાનસભા કોંગ્રેસનું કાર્યકર સંમેલન યોજાયું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

 

READ  હાર્દિક પટેલ જામનગરની સીટ પર ચૂંટણી હારે તેવા સમીકરણો ગોઠવાયા, હવે કોંગ્રેસ હાર્દિકને ઉંઝાથી વિધાનસભાની ચૂંટણી લડાવે તેવા એંધાણ

 

ફૈઝલ પટેલે કાર્યકરોને સંબોધતા ભરૂચ બેઠક પર ચૂંટણી લડવા અંગે જણાવ્યું હતું કે તેઓ ચૂંટણી લડવાના મૂડમાં નથી,જ્યાં સુધી પિતા અહેમદ પટેલ રાજ્યસભાના સાંસદ છે. ત્યાં સુધી તેઓ લોકસભામાં નહીં જાય પણ કૉંગ્રેસ માટે પ્રચાર પ્રસાર કરવાની જાહેરાત કરી હતી.

Better late than never, says SP MP Jaya Bachchan on Telangana encounter

FB Comments