અમદાવાદની આ હોસ્પિટલમાં સરકારના આદેશ પછી પણ મા કાર્ડ ધારકો પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે

અમદાવાદની હોસ્પિટલો સરકારના આદેશનો અનાદર કરી રહી હોવાનો ખુલાસો ખુદ સરકારે કર્યો છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સરકારને સવાલ કર્યો હતો. જેના જવાબમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે કબૂલાત કરી હતી કે, અમદાવાદની 17 હોસ્પિટલોમાં મા કાર્ડ હોવાછતાં તગડી ફી વસૂલાય છે. અને ગરીબ દર્દીઓને લૂંટવામાં આવે છે. જોકે મામલાની જાણ હોવાછતાં સરકારે માત્ર નોટીસ આપીને સંતોષ માન્યો છે. અને દંડાત્મક કાર્યવાહી કરવાના ટાળ્યું છે. આ હકીકત સામે આવતાં ખાનગી હોસ્પિટલોની માનસિતા છતી થઇ છે. જોકે સરકારની વિધાનસભામાં કબૂલાત બાદ હવે જોવાનુ એ રહે છે કે આવી હોસ્પિટલો સામે કોઇ દંડાત્મક કાર્યવાહી થાય છે કે પછી હજુય સરકાર આંખ આડા કાન કરે છે.

READ  અમરેલીઃ રાજુલાના ગામમાં સિંહ ઘૂસતા લોકોમાં ફફડાટમાં! સિંહોએ કર્યું ત્રણ ગાયનું મારણ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ VIDEO: પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પછી પરિવાર આવ્યા સામસામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કઇ કઇ હોસ્પિટલ વસૂલે છે રૂપિયા?

 • ક્રિષ્ના શેલબી હોસ્પિટલ
 • બોડીલાઈન હોસ્પિટલ
 • પારેખ હોસ્પિટલ
 • સેવિયર હોસ્પિટલ
 • વી.એસ. હોસ્પિટલ
 • શેલબી હોસ્પિટલ
 • સ્ટાર હોસ્પિટલ
 • નારાયણ રૂદયાલાય હોસ્પિટલ
 • GCS મેડિકલ કોલેજ
 • આનંદ સર્જીકલ હોસ્પિટલ
 • ગ્લોબલ હોસ્પિટલ
 • HCG મલ્ટિસ્પેશ્યલિસ્ટ હોસ્પિટલ
 • લાઈફકેર ઇન્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ
 • શિવાલીક હોસ્પિટલ
 • સ્ટર્લિંગ હોસ્પિટલ
 • સંજીવની હોસ્પિટલ
 • સાલ હોસ્પિટલ
READ  જામનગર: આરોગ્યતંત્ર લાગ્યું કામે! શાકભાજીના વેપારીઓના આરોગ્યની કરશે ચકાસણી

[yop_poll id=”1″]

FB Comments